- વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી
- બારડોલી હિલસ્ટેશનમાં ફેરવાયું
- કમોસમી વરસાદ બાદ કેરી પકવતા ખેડૂતોને વધુ એક માર
બારડોલી: સુરત જિલ્લામાં આજે સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝીબિલિટી ઓછી થઈ જવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. ગત અઠવાડિયે કમોસમી વરસાદ પડ્યા બાદ ધુમ્મસ વધતા બારડોલી શહેર જાણે હિલ સ્ટેશનમાં ફેરવાય ગયું હોય એવો લોકોને અનુભવ થયો હતો.
બારડોલીમાં ગાઢ ધુમ્મસથી વિઝીબિલિટી ઓછી થઈ - ગાઢ ધુમ્મસ
બારડોલી સહિત સુરત જિલ્લામાં મંગળવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝીબિલિટી ઓછી થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ધુમ્મસથી આમ્ર મંજરીને પણ નુકસાનની ભીતિ સિવાય રહી છે.
Junagdh
આમ્રમંજરીને નુકસાનની ભીતિ
બીજી તરફ કમોસમી વરસાદનો માર ઝીલી ચૂકેલા કેરી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ હતી. વરસાદથી થયેલા નુકસાન બાદ હવે ધુમ્મસને કારણે પણ આમ્રમંજરી કાળી પડી જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.