સુરત : મહાનગરમાં CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલીનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે. આ અંગે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, 9 ફેબ્રુઆરીના રોજ સુરત શહેર અને જિલ્લા ઉપક્રમે રેલી નીકળશે. તેમજ વરાછા સરદાર પટેલ પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરી આ રેલી યોજવામાં આવશે. જેમાં મીની બઝારથી હીરા બાગ સુધી 2 કિલોમીટરની આ રેલી હશે.
દિલ્હી ચૂંટણી બાદ ગુજરાતમાં સંગઠન રચના કરાશે : ભરતસિંહ પરમાર - મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ
ગુજરાતમાં સંગઠન પર્વને લઇને 3 મહિના થઈ ગયા છે. તેમ છતાં શહેર જિલ્લાના પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીઓની જાહેરાત અત્યાર સુધી કરવામાં આવી નથી. જેને લઇ અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. ત્યારે આ વિલંબ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે સુરતમાં જણાવ્યું હતું કે, દિલ્હી ચૂંટણી બાદ તમામ પદો માટે વરણી થઇ જશે. જેને લઈ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.
સુરત
વધુમાં ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, CAA માનવતા પૂર્ણ કાયદો છે. જેને લઈ જે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યું છે. તેને જડબાતોડ જવાબ મળે. એ માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NGO તેમજ અન્ય સંસ્થાઓ અને દેશભક્તો જોડાશે. આ રેલીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જોડાઈ શકે છે.
જો કે, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ હાજરી આપશે. આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાશે. એવું પરમારે જણાવ્યું હતું.