મુંબઇ ડિવીઝનના SSP એસ.આર.ગાંધી દ્વારા આ સમગ્ર બનાવ અંગે ખુલાસો આપી જણાવ્યુ હતુ કે સોશીયલ મીડિયામાં વાયરલ થયેલો RPF જવાનનો વીડિયો જુનો છે.જે સમયે આ વીડિયો વાયરલ થયા બાદ તરત RPF જવાનને જયંત ટંડેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
RPF જવાનનો હપ્તાવસૂલી કરતો વાયરલ વીડિયો જુનો : SSP એસ.આર.ગાંધી
સુરતઃ રેલવે ટ્રેક નજીક મહિલા બુટલેગર પાસેથી RPF જવાન દ્વારા હપ્તાવસૂલી કરતો હોવાનો વાયરલ વીડિયો જુનો હોવાનુ RPF મુંબઇ ડિવીઝનના SSP એસ.આર.ગાંધીએ પત્રકાર પરિષદમાં પોતાનુ નિવેદન આપ્યુ હતુ.આ સમગ્ર ઘટના અંગે તેમણે ખુલાસો કર્યો હતો.
RPF જવાનનો હપ્તાવસૂલી કરતો વાયરલ વીડિયો જુનો હોવોનો ખુલાસો કર્યો : SSP એસ.આર.ગાંધી
અન્ય એક ઘટનામાં સુરત રેલ્વે સ્ટેશન પર ફેરિયાઓ દ્વારા RPF જવાન પર હુમલા અંગેની છે.આ પ્રકારના હુમલાઓ કરીને અસામાજિક તત્વો દ્વારા RPF જવાનઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.પરંતુ આવા તત્વો સામે RPF દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે,તેવુ RPFના SSP એસ.આર.ગાંધી દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.