બીઆરટીએસ રૂટમાં મારામારી કરતા બે બાળકોનો વાયરલ વિડીયો સુરત :ઘણીવાર બાળકોમાં મારામારી અને ઝઘડો થતા હોવાના દ્રશ્યો આપણે જોયા હશે. પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે, જેણે લોકોને ચોંકાવી દીધા છે. નાના બાળકો જીવલેણ મસ્તી સાથે ઝઘડો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. શહેરના બીઆરટીએસ માર્ગ પર મારામારી કરી રહેલા બાળકો અચાનક બસ સામે આવી ચડ્યા હતા. જોકે આ વિડીયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. બે બાળકોના પિતાની અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત આ અંગે બંને બાળકના પિતા પાસેથી માફી પણ મંગાવવામાં આવી હતી.
વાયરલ વિડીયો : ઘટનાની મળતી માહિતી અનુસાર શહેરના અમરોલી વિસ્તાર ખાતે કોસાડમાં બીઆરટીએસ રૂટ નજીક કેટલાક બાળકો એકત્ર થઈ ગયા હતા. તેમાંથી બે બાળકો એકબીજાને માર મારતા અને ઝઘડો કરતા બીઆરટીએસ રૂટ નજીક આવી ગયા હતા. તે દરમિયાન ત્યાં બીઆરટીએસ બસ આવી રહી હતી. અચાનક જ બંને બાળકોમાંથી એક બાળકે અન્યને ઉંચકી બસ સામે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો બસ ચાલકે સમયસર બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. હોત તો મોટી દુર્ઘટના થઈ ગઈ હોત.
દુર્ઘટના ટળી : ઉલ્લેખનિય છે કે, બસ ડ્રાઈવરે જ્યારે બ્રેક મારી ત્યાર પછી પણ આ બંને બાળકો એકબીજા સાથે મારા મારી કરી રહ્યા હતા. બસની અંદરથી આ સમગ્ર ઘટનાનો વિડીયો એક મુસાફર દ્વારા મોબાઈલ કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે બાળકો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે. અચાનક જ એકબીજાને ખેંચીને બસ સામે આવી જાય છે.
આવી ઘટના ભવિષ્યમાં ન બને આ માટે બાળકોના પિતા સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેઓએ ખાતરી આપી છે કે, ભવિષ્યમાં આવી ઘટના બનશે નહીં.-- પી.પી. બ્રહ્મભટ્ટ (PI, અમરોલી પોલીસ મથક)
વાલીએ માંગી માફી :આ ગંભીર બનાવને ધ્યાનમાં રાખી પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બે બાળકોના પિતા અબ્બાસ અને મોસીન શેખની અટકાયત કરી બંને પાસેથી માફી મંગાવી હતી. બાળકના પિતાએ જણાવ્યું હતું કે, આવી ભૂલ બીજા અન્ય છોકરાઓ ન કરે આ માટે અમે તમામ માતા પિતાને વિનંતી કરી છે. મારા પુત્ર દ્વારા કરવામાં આવેલી ભૂલ બદલ હું માફી માગું છું. પિતાના બાળકે જણાવ્યું હતું કે, જો આ ઘટનામાં ડ્રાઇવરે બ્રેક ન મારી હો તો આજે મોટી દુર્ઘટના થઈ ગઈ હોત. સમગ્ર મામલે અમારા છોકરાઓની ભૂલ છે. અમે માફી માંગીએ છીએ અને ભવિષ્યમાં અમારા છોકરાઓ આવી રીતે ક્યારેય પણ ભૂલ કરશે નહીં.
પોલીસ કાર્યવાહી : અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.પી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોસાડ આવાસ નજીક જે બીઆરટીએસ સ્ટેશન છે. તેની વચ્ચે આ બાળકો ઉભા રહી ગયા હતા. તેઓ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં અચાનક જ બસ આવી તે દરમિયાન બે બાળકો ઊભા રહી એકબીજાને બસની આગળ કરતા નજરે આવે છે.
- Surat Viral Video : દસ વર્ષના પુત્રને મોપેડનું સ્ટેરીંગ આપી દેનાર અને નિયમ ભંગ કરાવનાર પિતા સામે સુરત પોલીસે કાર્યવાહી કરી
- Surat Viral Video: ફિલ્મી સ્ટાઈલમાં ટેમ્પો પલટી માર્યો, ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ CCTVમાં કેદ થયા