ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Corporation: મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો માથાકુટ કરીને પરેશાન કર્યા

શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ ભારે ચર્ચા ઉભી કરી છે. અવારનવાર મનપાના રખડતા ઢોર પકડતા કર્મચારીઓ અને પશુના માલિક વચ્ચે ઘર્ષણ થતું હોય છે. ત્યારે ડીંડોલી વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. જોકે, એક કર્મચારીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જુઓ પોતાના પશુને છોડાવવા આવેલા પશુપાલક અને ફરજ નિભાવતા કર્મચારી વચ્ચેની ઝપાઝપીનો આ વાયરલ વીડિયો...

મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો થયું કંઈક આવું
મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો થયું કંઈક આવું

By

Published : Jul 4, 2023, 4:10 PM IST

મનપાનાં કર્મચારી રખડતા ઢોર પકડવા ગયા તો થયું કંઈક આવું, જુઓ વાયરલ વિડીયો...

સુરત: રખડતા ઢોરના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અવારનવાર દુર્ઘટના પણ થતી હોય છે. જેને લઈ સુરત મહાનગરપાલિકા પાસે ફરિયાદ પણ આવે છે. મનપા દ્વારા રખડતા ઢોર પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. ફરિયાદ બાદ જ્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ રખડતા ઢોર પકડવા કામગીરી કરતા હોય છે. ત્યારે ઢોર પાર્ટી સાથે ઘર્ષણની ઘટનાઓ સામે આવતી હોય છે. ફરીએક વખત આવી ઘટના સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બની હતી. ઉલ્લેખનિય છે કે, આ ઝપાઝપીનો વીડિયો મનપાના કર્મચારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જેના આધારે પશુપાલક પિતા-પુત્રની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

શું હતો મામલો ?શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયા ચોક પાસે રવિવારે સુરત મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોર પકડવા માટે પહોંચી હતી. ઢોર પાર્ટી ટીમે રખડતી ગાયોને મજબૂત રસ્સાથી બાંધીને વાહનમાં બેસાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારે એક ઢોરના માલિક ત્યાં દોડી આવ્યા હતા. પશુપાલક પિતા-પુત્રએ કર્મચારીઓ સાથે જીભાજોડી શરૂ કરી હતી. એટલું જ નહીં મનપાના કર્મચારીઓને ધમકાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ પશુપાલક કર્મચારીઓ પાસેથી ઢોરને જબરદસ્તી છોડાવીને લઈ ગયા હતા.

કર્મચારીએ વીડિયો બનાવ્યો :મનપાના કર્મચારીએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, કઈ રીતે પશુના માલિક આવીને પોતાના પશુને છોડાવી જાય છે. વિડીયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. સરકારી કામગીરીમાં નડતરરુપ થનાર પશુપાલક પિતા-પુત્ર વિરુદ્ધ ડીંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિયમિત આવી ઘટના બનવાથી ઢોર પાર્ટીના કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

રવિવારે અમારી ટીમ સ્ટાફ સાથે ઢોર પકડવા માટે ગઈ હતી. ડીંડોલીમાં જ્યારે અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યાં હતાં. ત્યારે ત્યાં પશુપાલક પહોંચી ગયા હતા અને અમારી સાથે જીભાજોડી કરી હતી. ઉપરાંત અમને ધાક ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. ત્યારબાદ વીડિયોના આધારે અમે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.-- કેતન આહીર (કર્મચારી, સુરત મહાનગરપાલિકા)

પશુપાલક વિરુદ્ધ ફરિયાદ : ડીંડોલી પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પશુપાલકના નામ રઘુ ભરવાડ અને તેમના પુત્ર વિપુલ છે. તેઓએ ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે જીભાજોડી કરી ધાક-ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા આજે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  1. Gurukul River Bridge: સુરતના ગુરુકુળ રિવર બ્રિજમાં પડી ભ્રષ્ટાચારની તિરાડો, દોઢ મહિના પહેલા કરાયું હતું ઉદઘાટન
  2. Surat Monsoon News: હોસ્પિટલના પ્રવેશદ્વાર પર ભરાયા ઘૂંટણ સમા પાણી, દર્દીઓને ભારે હાલાકી

ABOUT THE AUTHOR

...view details