સુરતસોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ વાયરલ (Kid doing plane handling video viral) થયો છે જેને જોઈ લોકોનો જીવ અધ્ધર થઈ જાય. વાયરલવીડિયોમાં જોવા મળે છે કે ટેક ઓફ કરતા પ્લેનમાં પાયલોટની બાજુમાં એક ટાબરીયો બેસ્યો છે. જે પ્લેનની હેન્ડલિંગ કરી રહ્યો છે.
Viral Video: રમકડામાં નહીં પરંતુ રીયલ પ્લેનમાં ટેક ઓફ કરતા ટાબરીયાએ પ્લેનની હેન્ડલિંગ કરી - Kid doing plane handling video viral
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ (Kid doing plane handling video viral) થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિડિયો સુરતનો છે. બાળકોના હાથમાં રમકડાનો પ્લેન સ્વભાવિક રીતે સામાન્ય લાગે પરંતુ સુરતમાં જે રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. તેને જોઈ લોકો પણ હેરાન થઈ ગયા છે. કારણ કે આ બાળક રમકડાનું નહીં પરંતુ રીયલ પ્લેન ઉડાવતા નજરે પડે છે. વાયરલ વીડિયોની પુષ્ટિ ETV Bharat કરતું નથી.
વિડીયો વાયરલ- આમ તો બાળકોના હાથમાં રમકડાનો પ્લેન સ્વભાવિક રીતે સામાન્ય લાગે પરંતુ સુરતમાં જે રીતે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે. તેને જોઈ લોકો પણ હેરાન થઈ ગયા છે. કારણ કે આ બાળક રમકડાનું નહીં પરંતુ રીયલ પ્લેન ઉડાવતા નજરે પડે છે. વાયરલ વીડિયોની પુષ્ટિ ETV Bharat કરતું નથી. પરંતુ હાલ જે રીતે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. ચોક્કસથી ચિંતાનો વિષય છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એરપોર્ટના રનવેથી ઉડાન ભરનાર પ્લેનના પાયલેટની બાજુમાં એક આશરે પાંચથી છ વર્ષની ઉંમરનો ટાબરીયો બેઠો છે. બાળક હેડફોન પહેરી સ્ટેરીંગ ઓપરેટ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે આ વિડીયો સુરત એરપોર્ટનો છે. સુરતની એક ખાનગી એરલાઇન્સ કંપનીનો હોવાનું અનુમાન પણ લોકો લગાવી રહ્યા છે.
ક્યારે યોગ્ય પગલાં લેવાશે ઉલ્લેખનીય છે કે આ વિડીયો ભલે સુરતનો ન હોય પરંતુ સંવેદનશીલ ગણાતા એરપોર્ટ પર એક ટાબરિયાના હાથમાં પ્લેનનો સ્ટેરીંગ અપાઈ શકાય. હાલ સોશિયલ મીડિયા પર આ પણ વાતો ચાલી રહી છે કે આ વીડિયોમાં દેખાતા બાળક સુરતના મોટા રાજકીય વ્યક્તિના સગાનો દીકરો પણ છે. હવે જોવાનું એ રહેશે કે આ વિડીયો અંગે કઈ રીતે તપાસ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવાશે.