ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરલ દેસાઈ સહીત 33 ભારતીયને લંડનમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા - ઉદ્યોગપતિ

સુરત: પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સ્વબળે કાર્ય કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રેકૉર્ડ સર્જનાર અને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને લંડનના બ્રિટિશ પાર્લામેન્ટમાં સાંસ્કૃતિક યુવા સંસ્થા દ્વારા ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ યશકલગીએ ફરી એક વખત સુરત અને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવંતિત કર્યું હતુ.

વિરલ દેસાઈ સહીત 33 ભારતીયને લંડનમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા

By

Published : Aug 7, 2019, 3:14 PM IST

આ વર્ષે યોજાયેલ 2019નો ભારત ગૌરવ એવોર્ડ વિરલ દેસાઈ ઉપરાંત હિન્દુજા બ્રધર્સ, મોતીલાલ ઓસ્વાલ, પેડમેન તરીકે પ્રખ્યાત પદ્મશ્રી અરુણાચલમ સહિત 33 અન્ય ભારતીયોને ઉપરાંત અન્ય 4 પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનારને આપવામાં આવ્યા હતા.

વિરલ દેસાઈ સહીત 33 ભારતીયને લંડનમાં ભારત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા
ભારત અને વિદેશમાં વસતા ભારતીયોને જીવનકાળની સિદ્ધિ માટે ભારત ગૌરવ એવોર્ડ સર્વોચ્ચ સન્માન છે. ‘ભારત ગૌરવ એવોર્ડ’ સંસ્કૃતિ યુવા સંસ્થાની પહેલ છે. ભૂતકાળના પુરસ્કારોમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર, નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થિ, પેપ્સિકોના વડા ઇન્દ્રા નૂયી, ઝી ના સુભાષચંદ્ર, બોલિવૂડના દિગ્દર્શક મધુર ભંડારકર અને ગાયક સ્વર્ગસ્થ જગજીત સિંહ જેવા કેટલાક સૌથી પ્રખ્યાત અને સુપ્રસિદ્ધ પ્રેરણાત્મક વ્યક્તિત્વનો સમાવેશ થાય છે.

વિરલ દેસાઈએ ‘ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા’ના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો-ગ્રીન અને ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયા અભિયાન હેઠળ ઉધના રેલ્વે સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્યને સાકારીત કરવા આગળ વધી રહ્યા છે. ત્યારે ઉધના રેલ્વે સ્ટેશનએ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટની જેમ હરીયાળુ અને પ્રદૂષણ મુક્ત બનશે.

આ માટે વિરલ દેસાઈને છાંયડો અને આરક્રોમા સંસ્થાનો સહયોગ મળી રહ્યો છે. જેને પગલે એક તબક્કે ગંદુ લાગતુ ઉધના સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવા માટેનો પ્રોજેક્ટ ગ્રીનમેન વિરલ દેસાઈએ હાથ પર લીધો છે અને અત્યાર સુધી ઓક્સિજન બોમ્બર અને પ્રદુષણને ફિલ્ટર કરતા એવા 1700થી વધુ પ્લાન્ટેશન સ્ટેશન ખાતે કરી ચૂક્યા છે. આ સાથે જ સ્ટેશનને હરીયાળુ રૂપ આપવા દિવાલોને ગ્રીન પેઈન્ટથી રંગવામાં આવી છે તો દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોરોપણ માટે પ્રેરિત કરતી પેઇન્ટીંગ્સ બનાવી હતી. ત્યારે રોજ 10 હજારથી વધુની અવર-જવર વાળા ઉધના સ્ટેશન પર મધ્યમ અને ગરીબવર્ગના યાત્રિકોને પણ મુંબઈના ગ્રીન એરપોર્ટ જેવી અનુભૂતિ ચોક્કસ થશે.

વિરલ દેસાઈએ જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકારીત કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે.

આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે. ખાસ કરીને વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે અને એટલે વિરલ દેસાઈએ પોતાના પ્રયત્ને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 25500થી વધુ વૃક્ષોનુ રોપણ અને 4250 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે. એટલું જ નહીં પણ ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલુ ગ્રીન રેલવે સ્ટેશન બનાવવાનું શ્રેય પણ વિરલ દેસાઈને જ જાય છે.

ABOUT THE AUTHOR

...view details