ગુજરાત

gujarat

ETV Bharat / state

Violation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં - કોરોના ગાઈડલાઈનનો ભંગ

બારડોલીમાં સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ (Congress) દ્વારા વધી રહેલી મોંઘવારીએ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 2 રૂપિયે કિલો શાકભાજી વેચી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગી કાર્યકરો અને શાકભાજી ખરીદવા આવનાર લોકોએ (Violation of Corona guideline) સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.

Violation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં
Violation of Corona guideline: મોંઘવારીના વિરોધમાં શાકભાજી વેચતાં મહિલા કોંગ્રેસ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાં

By

Published : Jun 24, 2021, 3:06 PM IST

  • 2 રૂપિયે કિલો શાકભાજી ખરીદવા લોકોની પડાપડી
  • બારડોલીના આંબેડકર સર્કલ પર ખોલી શાકભાજીનું દુકાન
  • મોંઘવારીને લઈ કરવામાં આવ્યું Congress protest program

    બારડોલી : સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ (Congress protest program)દ્વારા વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોએ શાકભાજી લેવા પડાપડી કરતાં સોશિયલ ડિસ્ટન્સિંગના (Violation of Corona guideline) ધજાગરા ઊડ્યાં હતા. શાકભાજી લેવા આવેલા કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતાં અને કોવિડ ગાઈડલાઇનનો સંપૂર્ણ ભંગ થતો જોવા મળ્યો હતો. ત્યારે ભાજપ સામે ઘૂંટણીયે પડતી બારડોલી પોલીસ ટોળું ભેગું કરવા છતાં કોંગ્રેસના કાર્યકરો સામે પણ કોઈ કાર્યવાહી કરી શકી ન હતી. કોંગ્રેસ નેતાઓ સામે ટોળાં એકત્રિત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે

    નેતાઓ જ ટોળાં એકત્રિત કરી રહ્યા છે


    કોરોનાનો ચેપ ઓછો થતાં જ ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પણ પક્ષ હોય તેમને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે રોડ પર ઉતરવાનું શરૂ કરી દીધું છે. ભાજપ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરી રહી છે તો કોંગ્રેસ વિરોધ પ્રદર્શન (Congress protest program) કરી ટોળાં એકત્રિત કરી રહી છે. ટોળાં નેતાઓ ભેગા કરે અને જ્યારે સંક્રમણ વધશે ત્યારે પ્રજાના માથે ઠીકરા ફોડવામાં આવશે. પોલીસ પણ બાઇક પર સવાર એકલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી કરે છે પરંતુ રસ્તાઓ પર ઉતરતાં નેતાઓ સામે આ જ પોલીસ વામણી પુરવાર થતી હોય છે.

    આ પણ વાંચોઃ રેલડી ફાર્મના વાડી માલિક અને લોકગાયિકા ગીતા રબારી સામે ગુનો નોંધાયો


શાકભાજી આવનારા લોકોએ કરી પડાપડી

બુધવારે સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં (Congress protest program) બારડોલીના ડૉ. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે શ્રમીજીવીઓને 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ અને બારડોલી શહેર કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા રીતસરની શાકભાજીની દુકાન ખોલવામાં આવી હતી. સૌપ્રથમ પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી સ્વાતિ પટેલે લોકોને મીઠાઇ વહેંચવાની શરૂઆત કરતાં જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શાકભાજી ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું પહોંચતા ભારે પડાપડી થઈ હતી. ટોળાંમાં કેટલાક લોકો તો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. હજી જિલ્લામાં જાહેરનામાનો અમલ ચાલુ હોવા છતાં રાજકીય પક્ષો વારંવાર ટોળાં એકત્રિત કરી ફરી કોરોનાને નિમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

નિયમો અને કાયદા માત્ર આમ પ્રજા માટે જ


બીજી તરફ નાની દુકાનો પર થોડી ભીડ થઈ હોય તો દુકાનદાર સામે કાર્યવાહી કરતી પોલીસ જાહેરમાં દુકાન ખોલી લોકટોળાં એકત્રિત કરનાર કોંગ્રેસ (Congress protest program) સામે કોઈ કાર્યવાહી નહીં કરતાં નિયમો અને કાયદા (Violation of Corona guideline) નેતાઓ માટે નહીં પણ માત્ર આમ જનતા માટે જ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

આ પણ વાંચોઃ જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મદ્દે વિરોધ પ્રદર્શન

ABOUT THE AUTHOR

...view details