ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં યોજાયેલા ભોજન સમારંભમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ - વાયરલ વીડિયો

સુરતમાં ભાજપ હોય કે કોંગ્રેસ બન્ને પક્ષના નેતાઓ હાલ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે ચઢી રહ્યા છે. આવી જ વધુ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીની આગેવાનીમાં બ્રહ્મ સમાજના ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળે છે.

નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણી

By

Published : Jan 20, 2021, 4:35 PM IST

  • સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીની આગેવાનીમાં ભોજન સમારંભ યોજાયો
  • સમારંભમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા
  • ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપતા નેતાઓ નિયમોને નેવે મૂકી રહ્યા છે

સુરત : શહેરમાં કોરોના ગાઇડલાઇનનો સતત ભંગ થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને લોકોને ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપતા નેતાઓ નિયમોને નેવે મૂકી રહ્યા છે. આવી જ એક ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીની આગેવાનીમાં બ્રહ્મ સમાજના ભોજન સમારંભમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા

સુરતમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીની આગેવાનીમાં બ્રહ્મ સમાજના ભોજન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં 17મી જાન્યુઆરીએ યોગી ચોક ખાતે આવેલા સરદાર ફાર્મ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા પણ ઉઠ્યા હતા. એટલું જ નહીં ખુદ પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ પણ માસ્ક પહેર્યુ ન હતું. આ વીડિયો વાયરલ થતાં તેમની સામે કેવી કાર્યવાહી થશે, તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સામાન્ય નાગરિકોને લગ્ન પ્રસંગમાં જઇને દંડ ફટકારતું તંત્ર તેમની સામે કેવી કાર્યવાહી કરે તે જોવાનું રહે છે.

અધ્યક્ષ સી. આર. પાટીલ એક હજાર માણસો લઇને સભાઓ અને રેલીઓ યોજે છે

આ અંગે પૂર્વ કોર્પોરેટર નીલેશ કુંભાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમારા કાર્યક્રમમાં માત્ર 200 જેટલા વ્યક્તિઓને જ હાજર હતા, પરંતુ ભાજપના નેતાઓ દ્વારા સરેઆમ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવે છે, ત્યારે કેમ સવાલો ઊભા થતા નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ એક હજાર માણસો લઇને સભાઓ અને રેલીઓ યોજે છે, ત્યારે કેમ સવાલો ઊભા થતા નથી. ભાજપ કાર્યક્રમ કરે છે. તો કોઇ કાર્યવાહી થતી નથી. સામાન્ય નાગરિક અને કોંગ્રેસ કોઈ કાર્યક્રમ યોજે તો તેમના પેટમાં ચૂંક આવે છે.

ABOUT THE AUTHOR

...view details