- ઓલપાડના કુવાદ ગામ ખાતે રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલનો વિરોધ
- ભારે વિરોધ થતા પ્રધાને જન આર્શીવાદ યાત્રાનો રૂટ બદલ્યો
- ગ્રામજનો અને પોલીસ વચ્ચે થઈ ધક્કામુક્કી
સુરત: ઓલપાડના ધારાસભ્ય (Olpad MLA) અને ગુજરાત સરકારના પ્રધાન (Minister of the Government of Gujarat) મુકેશ પટેલ (Mukesh Patel)નો ગઇકાલે કુવાદ ગામના લોકોએ ઉગ્ર વિરોધ કરતા પ્રધાને રૂટ બદલવાની ફરજ પડી હતી. રવિવારના રોજ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ રાજ્યકક્ષાના ઉર્જા, પેટ્રોલિયમ, કૃષિ પ્રધાન (Minister of State for Energy, Petroleum, Agriculture Mukesh Patel) બન્યા બાદ પહેલીવાર પોતાના મતવિસ્તારમાં આવતા તેઓએ જન આશીર્વાદ યાત્રા નીકાળી હતી.
'મુકેશ પટેલ હાય હાય'ના નારા લાગ્યા
આ યાત્રા રવિવાર સવારથી ઓલપાડ તાલુકાના ગામડાઓમાં ફરી રહી હતી, ત્યારે કુવાદ ગામ ખાતે યાત્રા પહોંચતા જ સિદ્ધનાથ ટેમ્પલ કમિટી મંદિરને લઈને ચાલી રહેલા વિવાદને લઈને ગામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને 'મુકેશ પટેલ હાય હાય'ના નારા લગાવ્યા હતા.
ગામલોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું