ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતની તમામ લોકસભા બેઠક ભગવો લહેરાશે: રૂપાણી

સુરત: મુખ્યપ્રધાન વિજય રૂપાણી શનિવારે સુરતની મુલાકાત લીધી હતી. સુરત અને નવસારી લોકસભા મતવિસ્તારની મુખ્ય ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન આવેલા રૂપાણીએ રાહુલ ગાંધીને આડે હાથે લેતા કહ્યું કે, રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતિ મતો ઉપર છે, કારણ કે અમેઠીમાં તેમણે હિન્દુઓના મતો નહી મળી. આ જ કારણ છે કે, તેઓ વાયનાડ ચાલી ગયા છે. સાથે જ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ફરીથી કમળનો ફૂલ ખીલશે.

ફાઈલ ફોટો

By

Published : Apr 7, 2019, 3:59 AM IST

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે કહ્યું હતુ કે, રાહુલ ગાંધીના વાયનાડમાં યોજાયેલી રેલી સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. રાહુલ ગાંધીનું ધ્યાન માત્ર લઘુમતીઓ પર કેન્દ્રિત થયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, 2014ની જેમ આ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક ઉપર ભગવો લહેરાશે.

ગુજરાતની તમામ લોકસભા બેઠક ભગવો લહેરાશે: રૂપાણી

ABOUT THE AUTHOR

...view details