ગુજરાત

gujarat

By

Published : Aug 24, 2022, 6:52 PM IST

ETV Bharat / state

સુરતના પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી, લારી વાળાને જાહેરમાં માર માર્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં લારી વાળાને જાહેરમાં મારમારવાનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ ફળવાળાને શા માટે માર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ નગરસેવકના ભાઈને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જાતે જ કાયદો હાથમાં લઈને દંડાવાળી કરી રહ્યો છે. Ex corporator brother bully, Surat Viral Video

સુરતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી, લારી વાળાને જાહેરમાં ડંડા વારી કરી
સુરતમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈની ભાઈગીરી, લારી વાળાને જાહેરમાં ડંડા વારી કરી

સુરત શહેરના ડીંડોલી વિસ્તારનો એક વિડીયો વાયરલ (Surat Viral Video)થયો છે. જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દયાશંકરનો ભાઈ કૃપાશંકર કેળા વેચનાર લારી વાળાને જાહેરમાં ડંડા મારે છે. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ (Ex corporator brother bully)થયો છે. ગરીબ લારીવાળા સાથે આ ગેરવર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે.

લારી વાળાને જાહેરમાં ડંડા વારી કરી

આ પણ વાંચોTraffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...

લારીવાળા માર મારતો વિડીયોસુરતના ડીંડોલી ઓમ નગરમાં (Surat Dindoli area)એક લારી વાળાને જાહેરમાં ડંડા વાળી કરતો વિડીયો વાયરલ થયો છે. ડંડા વાળી કરનાર કોઈ બીજો નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દયાશંકર મિશ્રાના ભાઈ છે. હાથમાં પોલીસનો ડંડો લઈ દયાશંકર મિશ્રાના ભાઈ કૃપાશંકર મિશ્રા લારીવાળાને બે ડંડા મારી અને ત્યાંથી જવા કહે છે. ગરીબ લારીવાળા સાથે આ ગેરવર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેની ટીકાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

આ પણ વાંચોસુરતના એક યુવકનો ખતરનાક સ્ટંટ કરતો વિડીયો વાયરલ

પૂર્વ કોર્પોરેટર વિડીયો અંગે અજાણડીંડોલી વિસ્તારમાં મોટાભાગે શ્રમિક અને મજૂર વર્ગના લોકો વસવાટ કરતા હોય છે. ગરીબ યુવાન કેળા લારી પર વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આવી પરિસ્થિતિમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ દબંગગીરી કરતા નજર આવી રહ્યો છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે પૂર્વ કોર્પોરેટર દયાશંકર મિશ્રાને સંપર્ક કરવામાં આવ્યું ત્યારે તેઓએ વિડીયો અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે આ ફળવાળાને શા માટે માર મારવામાં આવ્યો તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ નગરસેવકના ભાઈને જાણે કાયદો વ્યવસ્થા કે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે જાતે જ કાયદો હાથમાં લઈને દંડાવાળી કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details