ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા બિહાર શ્રમિકની મોબ લિંચિંગ ઘટના બાદ મૃતકનો વીડિયો વાયરલ - સતીષ પટેલ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બિહાર શ્રમિકો સાથે બનેલી મોબ લિંચિંગ ઘટના બાદ શ્રમિકોનો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં બિહારના શ્રમિકને ચોર સમજતા કેટલાક લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ વાયરલ વીડિયોમાં શ્રમિક સતિષ પટેલ દ્વારા તેને માર માર્યાનું ઉચ્ચારણ કરી રહ્યો છે.

સુરતમાં કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા બિહાર શ્રમિકની મોબ લિંચિંગ ઘટના બાદ મૃતકનો વીડિયો વાયરલ
સુરતમાં કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા બિહાર શ્રમિકની મોબ લિંચિંગ ઘટના બાદ મૃતકનો વીડિયો વાયરલ

By

Published : Jun 3, 2020, 5:08 PM IST

સુરતઃ શહેરના પાડેસરા વિસ્તારમાં 30 વર્ષીય સંગમ સ્ટ્રેચર પર ઓક્સિજન માસ્ક સાથે વીડિયોમાં જોવા મળ્યો હતો. જ્યારે વીડિયો લેવામાં આવી રહ્યો હતો ત્યારે વીડિયો લેનારે તેને પૂછ્યું કે કોણે તેને માર માર્યો છે. ત્યારે તેના જવાબમાં તેને સતિષ પટેલનું નામ આપ્યું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ટેક્સટાઇલ ટ્રેડર સુજીત સિંહ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

વીડિયોમાં શ્રમિક પોતાને સતીષ પટેલ દ્વારા માર મરાયાનો આક્ષેપ લગાવી રહ્યો છે. જેથી પોલીસે પૂછપરછ માટે વાદોડના કોંગ્રેસ કાઉન્સિલરની ધરપકડ કરી હતી. પીડિત સંગમ પંડિતને ભેસ્તાન ભૈરવનગરમાં સતીષ પટેલના ઘરથી થોડા મીટરના અંતરે જ લિંચિંગ કરાયો હતો. પાંડેસરા પોલીસે હત્યાના કેસમાં કોર્પોરેટર સતીષ પટેલની પૂછપરછ કરી છે. જો કે બાદમાં તેને જવા દેવામાં આવ્યો હતો. સાથે જ સતિષ પટેલ સહિત અમુક લોકો કે જેઓ ગુનામાં ભાગીદાર હતા તેઓની રવિવારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

સુરતમાં કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા બિહાર શ્રમિકની મોબ લિંચિંગ ઘટના બાદ મૃતકનો વીડિયો વાયરલ

સંગમના મિત્રએ સતિષ પટેલ સામે આક્ષેપ કરતા કહ્યું કે, સંગમ અને તે તેના મિત્રને મળવા માટે ગયા હતા. ત્યારે પરત આવતી વખતે તેઓ ભૂલથી તેઓ બીજા રસ્તે જતા રહ્યા હતા. જ્યારે તેઓ ભૈરવનગર પાસે પહોંચયા ત્યારે તેમને ચોર સમજીને સતીષ પટેલ અને તેના સાથીઓ તેને મારવા માટે આવ્યા હતા. સંગમને તીક્ષ્ણ હથિયાર વડે માથામાં મારવામાં આવ્યું હતું, જેથી તેના માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. જ્યારે સુજીતને બન્ને પગે ફ્રેક્ચર થયું છે.

પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે, શુક્રવાર અને શનિવારના રોજ સતિષ પટેલની એક ગૃપ જોડે મારામારી થઈ હતી. સંગમ અને સુજીતને સામેવાળા ગૃપના માણસો જાણીને તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details