સુરત: કોરોના કાળમાં માસ્ક એક બ્રહ્માસ્ત્ર તરીકે છે, પરંતુ લોકો માસ્ક પહેર્યા વગર ઘરેથી નીકળે છે અને પોલીસ દંડ કરે છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો જોઇ લોકો પણ હેરાન થઈ ગયા છે. કારણ કે, માસ્ક વગર પસાર થઈ રહેલા વાહન ચાલકને પાલિકાના કર્મચારીઓ રોકી અભદ્ર વર્તન કરતા જોવા મળે છે. એવું જ નહીં પાલિકાના આશરે ચારથી પાંચ કર્મચારીઓ માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ પણ વસુલ કરી રહ્યા છે. પાલિકાના કર્મચારીઓનો વીડિયો વાઇરલ થતાં આખરે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આદેશ આપી કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
માસ્કના નામે વાહન ચાલક સાથે અભદ્ર વર્તન કરનારા પાલિકા કર્મચારી સામે તપાસના આદેશ
સુરતમાં પાલિકાના આશરે ચારથી પાંચ કર્મચારીઓ માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલ કરી રહ્યા છે. જેમાં પાલિકાના કર્મચારીઓનો આ વીડિયો વાઇરલ થતાં આખરે મ્યુનિસિપલ કમિશ્નરે તપાસના આદેશ આપી કાયદેસરની કાર્યવાહી કરી તપાસના આદેશ આપ્યા છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો. જેમાં માસ્ક પહેર્યા વગર પસાર થઈ રહેલા વાહન ચાલકને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ દંડ વસૂલવા માટે અભદ્ર વર્તન કરી રહ્યા હતા. જેમાં પાલિકાના કર્મચારીઓના અભદ્ર વર્તનનો વિરોધ વાહનચાલકે નોંધાવ્યો હતો. પરંતુ ત્રણથી ચાર કર્મચારીઓ કશું સાંભળવા માંગતા નહોતા.
જેમાં પાલિકાના કર્મચારીઓ વાહન ચાલકોને રોકે પણ છે અને અભદ્ર વર્તન કરી દંડ વસૂલવાનું કામ કરે છે. આ વીડિયો વાઇરલ થતાં આખરે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આ કાર્ય નીંદનીય છે અને તપાસ કરવામાં આવશે. જે પણ દોષી હશે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.