આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન આવ્યાં હતાં અને સુરત ખાતે મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, મોબ લિંચિંગ-લવ જેહાદ અંગે જે રીતનો પ્રચાર સ્કેયુલરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તે હિંસા ભડકાવવાની સાજીશ છે.
VHPના સુરેન્દ્ર જૈન ગુજરાતમાં, મોબ લિંચિંગની ઘટના પર કર્યો કટાક્ષ - mob linching
સુરત: વિશ્વ હિન્દુ પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન દ્વારા મોબ લિંચિંગ અને લવ જેહાદ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોબ લિંચિંગની ઘટનામાં હિંદુઓ સાથે થઈ રહી છે. આ માત્ર સરકાર અને હિન્દુ સમાજને બદનામ કરવાની સાજીશ છે. દુષ્કર્મ જેવા ગંભીર આરોપ જે સુપ્રીમ કોર્ટમાં છે તેમાં 50 માંથી 40 કેસોમાં વિધર્મી આરોપીઓ છે.

સુરેન્દ્ર જૈન
VHPના સુરેન્દ્ર જૈન ગુજરાતમાં, મોબ લિંચિંગની ઘટના પર કર્યો કટાક્ષ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોબ લિંચિંગ હિન્દુઓ સાથે થઈ રહી છે. જૈને કહ્યું કે, VHP દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે.