સુરતઃ ઉધના પોલીસ મથકમાં કબ્જે કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતાંં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબૂ મેળવ્યો હતો.
ઉધના પોલીસ મથકમાં કબ્જે કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગી - Udhan police station
સુરતના ઉધના પોલીસ મથકમાં કબ્જે કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતાંં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ કાબૂ મેળવ્યો હતો.
surat
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, 3 જેટલી ફોરવ્હીલમાં ગરમીના કારણે વાયરીંગ બળી જવાથી આગ લાગી આશંકા છે.
આ ઘટનમાં 3 જેટલી કાર આગની ઝપેટમાં આવી હતી. પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો.