ગુજરાત

gujarat

ETV Bharat / state

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ફી માં સરેરાશ 30થી 35 ટકાનો ઘટાડો - College fee

વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ટ્યુશન ફીમાં 20થી 25 ટકા જ્યારે અન્ય હેડની ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને ફી માં સરેરાશ 30થી 35 ટકા સુધીનો ફાયદો થશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

VC
Vc

By

Published : Dec 9, 2020, 1:45 PM IST



સુરત: વિદ્યાર્થી સંગઠનોના વિરોધ વચ્ચે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ટ્યુશન ફીમાં 20થી 25 ટકા જ્યારે અન્ય હેડની ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને ફી માં સરેરાશ 30થી 35 ટકા સુધીનો ફાયદો થશે. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં કરવામાં આવેલા આ નિર્ણયને પગલે વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે કોરોના કપરા કાળનો સામનો કરી રહેલા સંચાલકોની હાલત વધુ કફોડી બને તેવો મત સંચાલકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ફી માં સરેરાશ 30થી 35 ટકાનો ઘટાડો
ફી માળખાના વર્ગીકરણ મુજબ અલગ અલગ ફી ઘટાડોવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિવિધ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને કોરોના કપરા સમયમાંથી ભરવાના ફાંફા પડી રહ્યા હોવાથી માફી આપવાની માંગણી ઊઠી હતી. જેમાં તે યુનિવર્સિટીની મળેલી સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થી સંગઠનોની માંગણીનો સ્વીકાર કરી ફી માળખાના વર્ગીકરણ મુજબ અલગ અલગ ફી ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા વસૂલ કરવામાં આવતી વિદ્યાર્થી દીઠ એફિલેશન ફીમાં 50 ટકા રાહત આપવામાં આવી છે.વર્ગીકરણ મુજબ ફી માં રાહત
  • વિદ્યાર્થી દીઠ ટ્યુશન ફીમાં 20 ટકાનો ઘટાડો
  • હાયર પેમેન્ટ બેઠકોની ટ્યુશન ફી માં 25 ટકાનો ઘટાડો
  • કોલેજોની ઇન્ટર્નલ પરીક્ષામાં 40 ટકાનો ઘટાડો
  • કેમ્પસ ડેવલપમેન્ટ ફીમાં 50 ટકાનો ઘટાડો
  • સ્ટુડન્ટ યુનિયન ફીમાં માફી

વેલ્ફેર એક્ટિવિટી 50 ટકાનો ઘટાડો

સિન્ડિકેટની બેઠકના અન્ય મહત્વના નિર્ણયો

  • બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને અલાયદું મકાન ફાળવવામાં આવશે જેમાં ઓપન ડિસ્ટન્સ લર્નિંગના અભ્યાસક્રમોને વેગ મળશે
  • રિસર્ચ અને પ્રાધાન્ય આપવા માટે નાગપુરની સંસ્થા સાથે એમઓયુ કરવામાં આવ્યું
  • એમ.આર્ક ના વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે લેન્ડસ્કેપ અને અર્બન પ્લાનિંગના બંને અભ્યાસક્રમની માન્યતા મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરાશે
  • નાસાના વિવાદિત પ્રકરણમાં રિપોર્ટના આધારે કોર્ટમાં યોગ્ય જવાબ રજૂ કરવાનું નક્કી કરાયું હોવાનો ઇનકાર
  • યુનિવર્સિટીના અલાયદુ સોફ્ટવેર તૈયાર કરનાર GIPL કંપનીને બાકીના 1.67 કરોડ પૈકી 50 ટકા રકમ ચૂકવવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details