ભારત કા બચ્ચા બચ્ચા, જય શ્રી રામ બોલેગા સુરત :રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રામ મંદિરના 500 વર્ષના ઇતિહાસ અંગે વિશેષ સર્ટિફિકેટ કોર્સ શરૂ થઈ રહ્યો છે. દેશમાં આ પ્રથમવાર હશે જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત 12 વર્ષથી વધુ ઉંમરનો કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકે છે. જાણો સંપૂર્ણ વિગત...
રામ મંદિરના ઇતિહાસ પર કોર્સ :વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના કોર્સ ચાલે છે. પરંતુ આ વખતે યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલ કોર્સથી ભગવાન શ્રી રામના રામ મંદિરનો ઈતિહાસ લોકો સુધી પહોંચશે. દરેક વ્યક્તિ જાણે છે કે રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. આ સમગ્ર સંઘર્ષગાથાને 30 કલાકના અભ્યાસક્રમમાં જોડીને એક સર્ટિફિકેટ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. દેશની પ્રથમવાર કોઈ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે લોકોને રામ મંદિર કેવી રીતે બન્યું તેની સંપૂર્ણ માહિતી મળશે.
કોણ કરી શકે આ કોર્સ ?વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિનો ઇતિહાસ 550 વર્ષ જૂનો છે. અમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પ્રમાણપત્ર કોર્સ ડિઝાઇન કર્યો છે. જે 30 કલાકનો છે અને તેની ફી રૂપિયા 1,100 છે. આ સર્ટિફિકેટ કોર્સની બીજી વિશેષતા છે જે 12 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થી અને અભ્યાસ ન કર્યો હોય તેવા લોકો પણ આ કોર્સ કરી શકે છે.સૌથી મહત્વની વાત એ છે કે જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ કોર્સ કરે તો તેમને બે શૈક્ષણિક માર્ક્સ પણ મળશે.
રામ જન્મભૂમિનો ઇતિહાસ 550 વર્ષ જૂનો છે. અમે સમગ્ર ભારતમાં પ્રથમવાર 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઇતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓને પોતાની રામ જન્મભૂમિના ઇતિહાસ વિશે અનેક ગેરસમજો છે, તેઓને તેના સંબંધમાં સંપૂર્ણ માહિતી મળશે. -- કિશોરસિંહ ચાવડા (કુલપતિ, VNSG યુનિવર્સિટી)
550 વર્ષનો ઇતિહાસ : આ કોર્સમાં 500 વર્ષના ઇતિહાસના બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, ભગવાન શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યારબાદ હવે સુપ્રીમ કોર્ટના આદેશ સુધીની માહિતી સામેલ રહેશે. આ કોર્સમાં શરૂઆતથી લઈ 22 જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં હકીકતથી વાકેફ કરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ કોર્સ વડાપ્રધાન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર્યું હતું તેમ અમે સમગ્ર ભારતમાં પ્રથમવાર 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિની રામ જન્મભૂમિના ઇતિહાસ પરનો આ સંપૂર્ણ પ્રમાણપત્ર કોર્સ શરુ કરવા જઈ રહ્યા છીએ.
સરકાર પ્રમાણિત કોર્સ :યુનિવર્સિટી સાથે જોડાયેલા કુલ 1 કરોડ 40 લાખ લોકોને અમે ટાર્ગેટ કરીશું. તેઓ દરેકને તેના વિશે જાણ કરે અને દરેકને તેની માહિતી આપે. અમારી સરકારી યુનિવર્સિટી હોવાને કારણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ સરકાર પ્રમાણિત રહેશે. વિદ્યાર્થીઓને પોતાની રામ જન્મભૂમિના ઇતિહાસ વિશે અનેક ગેરસમજો છે, તેઓને તેના સંબંધમાં સંપૂર્ણ માહિતી મળશે.
- Surat News : રામ મંદિર, શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબીઓ 400 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, બની કઇ રીતે જાણો
- પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી રામમય બનશે, વિશાળ રામ ધનુષ્યનું પ્રસ્થાપન