- પાંચ ટ્રાય કર્યા બાદ પણ પરીક્ષાઓના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યા
- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ 400 વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ રદ
સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની 120 કોલેજોની ભૂલો સામે આવી છે. આ કોલેજો દ્વારા તેમના કોલેજમાં લેવામાં આવતી પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ પાંચ વખત પરીક્ષાઓમાં નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નિયમ અનુસાર જે કોઈ વિદ્યાર્થી પાંચ વખત પરીક્ષા આપ્યા બાદ પાસ ન થાય તો તે વિદ્યાર્થીને છઠ્ઠી વખત પરીક્ષા આપવા દેવામાં આવતી નથી. તેમ છતાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 120 કોલેજો દ્વારા આવા વિદ્યાર્થીઓની પરીક્ષા લઇને નિયમ વિરુદ્ધ પરીક્ષાઓ લીધી છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યા.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 400 વિદ્યાર્થીના ફોર્મ રદ કરવામાં આવ્યા
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 400 વિદ્યાર્થીનું ફોર્મ રદ કરવામાં આવ્યા છે. કારણકે તે વિદ્યાર્થીઓ પોતાની કોલેજોમાં 5-5 વખત પરીક્ષા આપ્યા બાદ પણ પાસ ન થાય તો તેઓની કોલેજ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નિયમનું ભાન ન રહેતા તે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની છઠ્ઠી વખત પરીક્ષાના ફોમ ભરાવીને યુનિવર્સિટી ખાતે મોકલ્યા હતા. યુનિવર્સિટીમાં આ બધા વિદ્યાર્થીઓના ફોમ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, આ બધા જ વિદ્યાર્થીઓ સતત 5-5 વખત પરીક્ષાઓ આપીને પાસ થયા નથી. તેઓની કોલેજેમાં આ વિદ્યાર્થીઓના પરીક્ષાઓના ફોર્મ કઈ રીતે ભરાઈ શકે. આથી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કુલ 400 વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
કોલેજોને આ પહેલા પણ યુનિવર્સિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની 120 કોલેજો દ્વારા બે વર્ષથી ભૂલો કરતા આવ્યા છે. આ કોલેજમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના નિયમોની અવગણના કરીને તે કોલેજોએ પોતાની મનમાની કરી હતી. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર ઇન્ચાર્જ અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે, આ બધીજ કોલેજો સામે તપાસ કરવામાં આવશે અને જવાબ પણ માંગવામાં આવશે. કોલેજોને આ પહેલા પણ યુનિવર્સિટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી.