સુરતઃસુરતથી વૈષ્ણોદેવી ગયેલા 1680 યાત્રીઓ કટરામાં અટવાઈ (1680 passengers stranded in Katra) જતા રેલ્વે તંત્ર (Railway system) અને સરકાર પાસે મદદની અપીલ કરવામાં આવી છે. પંજાબમાં ફરી ખેડૂત આંદોલનનું (Farmers Protest) વાવોઝોડું આવ્યું છે. આ ખેડૂત આંદોલનના પગલે ટ્રેનને કટરામાં રોકી દેવામાં આવી છે. બીજી તરફ યાત્રીઓનો પ્રવાસ પણ અંતિમચરણ પર હતો. ઉલ્લેખનીય છે કે, યાત્રા પૂર્ણ થતા હોટેલ પણ ખાલી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે રેલ્વે તંત્રને ટ્રેન વહેલા શરૂ કરે તેવી મદદ માંગવામાં આવી છે.
1680 યાત્રીઓ કટરામાં જ અટવાયા
સુરતથી દર વર્ષે દિવાળી પછીના સિઝનમાં વૈષ્ણોદેવી યાત્રા વિશેષ ટ્રેન દોડે છે. ચાલુ વર્ષે પણ વૈષ્ણવદેવી યાત્રા ટ્રસ્ટ સેવા સુરતથી ગત 17 તારીખે રાત્રે ઉઘના સ્ટેશનથી વૈષ્ણવદેવી દર્શન માટે યાત્રીઓ નીકળ્યા હતા. આ ટ્રેનમાં કુલ 1680 પ્રવાસીઓ વૈષ્ણોદેવીની યાત્રાએ (Vaishnodevi Yatra) ગયા છે. આ ટ્રેન મંગળવારના રોજ વૈષ્ણોદેવીથી સુરત આવવા નીકળવાની હતી.
યાત્રીઓની સરકાર પાસે મદદની પુકાર