- સુરતમાં તમામ ઝોનમાં વેક્સિનેશનને લઇ ડ્રાય રન
- 2 જાન્યુઆરીથી શરુ થશે ડ્રાય રન
- કોરોના વેક્સિનેશન સરળતાથી થાય તે ચકાસવા મોકડ્રિલ
સુરતઃ કોરોના સંક્રમણના વચ્ચે સૌથી સુખદ સમાચાર છે કે લોકોને હવે ટૂંક સમયમાં વેક્સિનેશન મળી શકશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શહેરીજનોને વેક્સિનેશનમાં કોઈપણ બાધા ઉત્પન્ન ન થાય આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી દીધો છે. સૌથી અગત્યની વાત આ છે કે, બીજી જાન્યુઆરીના રોજ સુરત મહાનગરપાલિકા તમામ ઝોનમાં વેક્સિનેશન ને લઇ ડ્રાય રન કરવા જઈ રહી છે. આ ખાસ પ્રકારની મોકડ્રિલ રહેશે જેથી આવનાર દિવસોમાં જ્યારે લોકોને વેક્સિનેશન આપવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય.