ભયના ભણકારા, સુરતમાં 10 દિવસની અંદર 26 હજાર લોકો થયા વેક્સિનેટ સુરતચીનમાં એકાએક વધેલા કોરોના કેસને લઈને ભારતની ચિંતા પણ વધી ગઈ છે. એરપોર્ટ પર ફરજિયાત ટેસ્ટકરવામાં આવી રહ્યા છે. દેશના દરેક મહાનગરમાં સાવધાની એ જ સુરક્ષાના પગલાં લેવાઈ રહ્યા છે. ગુજરાતના મહાનગર સુરતમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન ફાસ્ટ (Vaccination fast in Gujarat) થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારમાં લોકોને વેક્સિનેટ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે લોકોને ડોઝ લેવાના બાકી છે એ પણ તાત્કાલિક હોસ્પિટલપહોંચી રહ્યા છે.
ફરી કોરોનાએ ઉપાડો લીધો આખા વિશ્વને હચમચાવી રહેલી કોરોનાની મહામારી માંડ માંડ શાંત થઈ હતી. ત્યાં ચીન સહિતના વિદેશોમાં ફરી કોરોનાએ ઉપાડો લીધો છે. હવે તે ધીરેધીરે ભારતમાં પણ પ્રસરી રહ્યો છે. ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. વેકસીનેશનની પ્રક્રિયામાં (Vaccination fast in Gujarat) વેગ જોવા મળે છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ગત 10 દિવસની અંદર લગભગ 26 હજાર જેટલા લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો સુરતમાં દુબઈથી આવેલા યુવક કોરોના પોઝિટિવ, સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં
કેસમાં મોટો વધારોભારતમાં જો કે, હજુ સુધી કોરોનાના કેસમાં મોટો વધારો થયો નથી. પરંતુ કોરોનાના કેસ આવવાના શરૂ થઈ ગયા છે. જેમાં હવે સુરતમાં પણ 20 દિવસના અંતરાલ બાદ કોરોનાનો એક કેસ દેખાયો છે. કામકાજ માટે દુબઈમાં એક મહિનો રહીને આવેલા સુરતના રાંદેરના 25 વર્ષિય યુવાનમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે સુરતનું આરોગ્ય તંત્ર(Surat Health System) દોડતું થઈ જવા પામ્યું છે. સુરત શહેરમાં પણ વેકેશનની કામગીરી (Vaccination in Surat city) પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. કોરોનાના કેસો વધે અને કોઈ વિકટ પરિસ્થિતિ ન સર્જાયા માટે લોકો પણ જાગૃત થયા છે. અને કોરોનાના વેક્સિન લેવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
વેક્સિનેટ કરવામાં આવ્યા3 થી 4 હજાર જેટલો જથ્થો ઉપલબ્ધ અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકએ જણાવ્યું હતું કે, 10 દિવસની અંદર લગભગ 26 હજાર જેટલા વેક્સિનેટ કરવામાં આવ્યા છે. કોવેક્સીલ અને કોવિશિલ્ડ વેક્સીનના 3 થી 4 હજાર જેટલો જથ્થો ઉપલબ્ધ છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ 41 લાખ લોકોએ લીધો છે. 37 લાખ લોકો સેકન્ડ ડોઝ લીધો છે. 8 લાખ 51 હજાર જેટલા લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.