પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ સુરતશહેરમાં લોકો શનિવાર અને રવિવારે ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા. ત્યારે ખંડેરાવપુરા વિસ્તારમાં રંગમાં ભંગ પડી જવા જેવી સ્થિતિ ઊભી થઈ હતી. અહીં રવિવારે બપોરે 2 વાગ્યે પતંગ ચગાવવા બાબતે એક જ કોમના 2 જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. વાત એટલી વધી ગઈ હતી કે, ત્યારબાદ પથ્થરમારો પણ થયો હતો. જોકે, હાલમાં તો પોલીસે બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડી દીધો છે.
આ પણ વાંચોસરદારનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ, આરોપીઓ થયા CCTVમાં કેદ
વાહનોને પહોંચાડ્યું નુકસાન શહેરના ખંડેરાવપુરા વિસ્તારમાં પતંગ ચગાવવા બાબતે થયેલા પથ્થરમારામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઉપરાંત અહીં ફોર વ્હીલર અને ટૂ વ્હીલરને નુકસાન પણ પહોંચ્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ કુલ 4 પોલીસ સ્ટેશનનો કાફલાએ ઘટનાસ્થળે પહોંચી મામલાને કાબૂમાં લીધો હતો. હાલ તો ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઘટના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બની છે. એટલે તે પોલીસ આ અંગે કાર્યવાહી કરી રહી છે.
પથ્થરમારાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદખંડેરાવપુરા વિસ્તારમાં પતંગ ચગવવા મામલે થયેલી બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સૌપ્રથમ વખત તો 25થી 30 લોકોને ટોળું આવે છે અને ત્યારબાદ પર ઉભેલા લોકોને નીચે બોલાવે છે. પરંતુ તેઓ નીચે ન આવતા ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે. આ પથ્થરમારો એક મિનિટ સુધી ચાલે છે અને ત્યારબાદ પથ્થરમારો કરી ટોળું જતું રહે છે.
આ પણ વાંચોજૂથ અથડામણને રોકવાની જગ્યાએ આમોદના કૉંગી ઉમેદવારે ચાલતી પકડી
ઈજાગ્રસ્તે કર્યા ગંભીર આક્ષેપ આ અંગે ઈજાગ્રસ્ત મોહમ્મદ સફી શેખે જણાવ્યું હતું કે, તેઓ પગંત ચગાવવા ગયા હતા. તે દરમિયાન હુસેનનો ભાઈ ગોલુ રફીકનો છોકરો ગોલુ ભંગારવાળા, નવાસા આસિફ બાપુ પણ ટેરેસ પણ હતા. તેઓ છેડતી કરી રહ્યા હતા. અમે પોલીસને બોલાવવાનું કહ્યું તો તેઓ કહેતા હતા કે, જેને બોલાવવા હોય બોલાવી લો. ત્યારબાદ પોલીસની ગાડી આવતા તેઓ ભાગી ગયા હતા. જોકે, પોલીસની ગાડી આવી ને જતી રહી. કારણ કે, સામેવાળાએ કહ્યું હતું કે બધું પતી ગયું છે.
અમારી જ વિરુદ્ધ ફરિયાદ થઈઃ ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં અમારા વિરૂદ્ધ જ ફરિયાદ કરવામાં આવી છે, જેથી પોલીસ મારા પિતા, ભાઈ અને મારા ભત્રીજાને લઈ ગઈ છે. પરંતુ અમે કોઈની ઉપર હાથ ઉપાડ્યો નથી. એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો છે. તલવાર ફટકાથી અમારી ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમારે ત્યાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. કેમેરા ચેક કરો બધી વાત સ્પષ્ટ થઈ જશે. ત્યારે હવે પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી અમારી માગ છે.
3 PCR સૌપ્રથમ પહોંચી ઘટનાસ્થળે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં સૌપ્રથમ વખત ઘટનાસ્થળ ઉપર 3 PCR વાન મોકલવામાં આવી હતી. ઘટના મોટી હોવાથી લાલગેટ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન અને ઉમરા પોલીસ સ્ટેશન એમ કુલ ત્રણ પોલીસ સ્ટેશનનો કાફલો બોલાવવો પડ્યો હતો. હાલ તો મામલો શાંત છે. પરંતુ પોલીસે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સાથે જ ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઘટનાને લઈને હુસેન અને તેના અન્ય સાથીઓની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.