ઉતરાયણની મજા ઊંધિયું સાથે સુરત:સુરતીઓ માટે ઉતરાયણનો પર્વ એટલે ઊંધિયાન પર્વ. ઉતરાયણના પર્વ પર સુરતીઓ ઊંધિયાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ઉતરાયણ અને વાસી ઉત્તરાયણ આ બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધીયું ઝાપટી જતાં હોય છે. ઊંધિયું ખરીદવા માટે વહેલી સવારથી જ મોટી લાઈનો જોવા મળે છે. લોકો એડવાન્સ ઓર્ડર આપે છે. સુરત જ નહીં વિદેશમાં પણ ઊંધિયાની ડિમાન્ડ જોવા મળે છે. એડવાન્સ ઓર્ડર ના કારણે એડવાન્સ ઓર્ડર ના કારણે વેપારીઓ 100 કિલો થી પણ વધુ ઊંધિયા પહેલાથી જ બનાવી રાખ્યા છે.
ઊંધિયું લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે. ગુજરાતભરમાં સુરતી ઉંધીયુ પ્રખ્યાત છે. આ ઊંધિયું લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે.
દુકાનમાં મસમોટી લાઈન:ઉતરાયણના પર્વ પર પતંગ ચગાવવા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી હતી. કહેવાય છે 'સુરતનું જમણ અને કાશીનું મરણ' અને આ વાત ખૂબ જ પ્રખ્યાત છે. સુરતીલાલાઓ ખાની પીણી ના શોખીન હોય છે. સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઉંધીયું આરોગતા હોય છે. ઉતરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટલ રેસ્ટોરન્ટ માંથી પણ મંગાવે છે. ઉતરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાનું સુરત શહેરમાં ચલણ છે દરેક ધર્મના લોકો ઉતરાયણના તહેવારની ઉજવણીધામ દુમતી કરે છે આ વર્ષે પણ ઉત્તરાયણ ઊંધિયુંનું ચલણ ભારે જોવા મળી રહ્યું છે.
લીલોતરી શાકભાજી ખાવાની મોસમ:વેપારી નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે ઉંધીયુ સુરતીઓની એક સ્પેશિયલ આઈટમ છે. સુરતથી જ ઊંધિયાની આઈટમ દેશ-વિદેશમાં પ્રચલિત થઈ છે શિયાળો એટલે લીલોતરી શાકભાજી ખાવાની મોસમ કહેવાય. આ વખતે લીલા શાકભાજીના ભાવમાં વધારો હોવાના કારણે 40 રૂપિયા પ્રતિ કિલો ઊંધિયાના ભાવમાં પણ વધારો છે. આજે સુરતમાં આપણું પરિવાર આગાસી પર જઈને પતંગ ચગાવતો હોય છે. અમારી દુકાનને 125 વર્ષે થઈ ગયા છે. આ વખતે સુરત સિવાય અન્ય શહેરોમાંથી પણ ઓર્ડર મળ્યા છે કેટલાક લોકોએ દુબઈ અને અમેરિકામાં પોતાના પ્રિયજનોને પણ આ ઊંધિયું મોકલ્યું છે.
ગ્રાહક કિરણ ભાઇ જરીવાલાએ જણાવ્યું હતું કે સુરતીઓમાં ઊંધિયું ખૂબ જ ફેમસ છે. આજે જ્યાં હું ઊંધિયું ખરીદવા માટે આવ્યો છું. સુરતમાં આઝાદી પહેલાથી જ આ ઉંધીયુ લોકો ઉતરાયણ પર ખાતા આવ્યા છે. ઊંધિયાની વાત કરવામાં આવે તો એ આપણા શરીર માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. શાકભાજીના કારણે એ શરીરને ખૂબ જ લાભ પહોંચાડે છે હું ઘરે લઈ જઈ રહ્યો છું.
- Amit Shah flies kite : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણની કરી ઉજવણી
- uttarayan 2024 : વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લાખોનો ખર્ચો કરીને આવે છે વતન