વ્યાજના વિષચક્રમાં ફસાયેલો ખેડૂત પરિવાર પહોંચ્યો હર્ષ સંઘવીને મળવા, આપવીતી કહી સુરત:રાજ્યમાં વ્યાજખોરોના પ્રાર્થના કારણે ઘણા લોકો હેરાન પ્રશાંત થઈ રહ્યા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકો પોતાનો ધંધો ચલાવવા માટે કાંતો પછી અન્ય કાર્ય કરવા માટે ઊંચા વ્યાજે વ્યાજખોરો પાસે પૈસા લઈ લે છે અને તે જ પૈસા તેઓ સમયસર પણ આપી દે છે. પરંતુ તેમ છતાં વ્યાજખરોનો લેણદારો પાસેથી ખોટી રીતે પૈસાનું ઉઘરાણુ ચાલુ રાખે છે. તથા ધાક ધમકી પણ આપવામાં આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગર જીલ્લાના સણોસરા ગામથી સામે આવી છે.
બાહેંધરી આપી: જ્યાં વ્યાજ ના વિષચક્રમાં ફસાયેલો ભાવનગરનો ગરીબ ખેડૂત પરિવાર સુરત રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા. ગરીબ ખેડૂત પરીવારને રોજી છીનવી વ્યાજખોરોએ કંગાળ કર્યા છે. ઉચા વ્યાજદરે રૂપિયા આપી મોટી રકમની માંગ કરી હતી અંતે ખેડુતે રૂપિયા નહીં ચુવકી શકતા જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. બે લાખ પચાસ હજારમાં પચીસ લાખની કિંમત જમીન પચાવી પાડી છે. તેવી રજૂઆત પરિવાર રાજ્ય ગૃહ પ્રધાનને કરી છે. 5 ટકા વ્યાજદરની ચીઠ્ઠી બનશે મુખ્ય પુરાવો આપ્યો હતો. ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ન્યાય અપાવવાની બાહેંધરી આપી હોવાની વાત કરી છે.
10 ટકાનું વ્યાજ: આ બાબતે ભાવનગર થી સુરત રાજ્ય ગૃહપ્રધાનને રજુઆત કરવા માટે પહોંચેલા દિલીપ કેવડિયાએ જણાવ્યું કે, " હું ખેત મજૂરી કરીને મારું ઘરનું ગુજરાન ચલાવું છું. મારા દીકરાઓ સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. મારા દીકરાઓને ધંધા વેપારમાં વધારે આગળ વધે તે માટે તેઓને આધુનિક મશીન લેવા માટે બે વર્ષ પહેલા તેઓએ મારી પાસે 2.50 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારે મેં 2.50 લાખ રૂપિયા વિક્રમભાઈ નારણભાઈ રાઠોડ પાસે વ્યાજ લીધા હતા. ત્યારબાદ આ રકમને એક વર્ષ સુધી પરત આપી શકે નહીં અને વ્યાજ પણ આપી શક્યો ન હતો. અને ત્યારબાદ મેં છ મહિનાનું પાંચ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હતું. એટલે કે મેં 65000 રૂપિયા વ્યાજ આપ્યા હતા. ત્યારબાદ તેઓએ મારી પાસે પઠાણી ઉઘરાણી કરી 10 ટકાનું પણ વ્યાજ લીધું હતું".
જમીનનો દસ્તાવેજ: બળજબરીપૂર્વક ખોટી રીતે લખાણ લખાવી અને ધમકીઓ આપી હતી.વધુમાં જણાવ્યું કે, મારી પત્નીના નામે ચાર વીઘા જમીન છે. જે 25 લાખ રૂપિયાની છે. તે જમીન પચાવવા માટે થઈ તેમણે હની ટ્રેપ ગોઠવ્યો હતો. અને તેના આધારે જમીનનો દસ્તાવેજ કરાવી લેવાની કોશિશ પણ કરી હતી. પરંતુ તેમાં સફળ નહીં થતાં વ્યાજ અને મૂળ રકમની સામે તેઓ જમીનનો દસ્તાવેજ તેમના નામે કરી આપવા દબાણ કરતા હતા. અને અમારી પાસે બળજબરીપૂર્વક ખોટી રીતે લખાણ લખાવી અને ધમકીઓ આપી હતી કે જો કોઈને કહેશો તો કાં તો પોલીસમાં જશો તો તમારા આખા પરિવારને મારી નાખીશ. આજે આ તમામ વાતો મેં રાજ્ય ગૃહમંત્રી સમક્ષ કરી છે.તેઓ મને ન્યાય અપાવવાની બાહેંધરી આપી હોવાની વાત કરી છે.
- Surat Food blogger : અડગ મનના માનવીને નડતો નથી હિમાલય કહેવત સાબિત કરી બતાવતો દિવ્યાંગ ફૂડ બ્લોગર, અંકિત બરનવાળા
- Surat Traffic Drive: હવે ઓવર સ્પીડ પર લાગશે બ્રેક, સુરત પોલીસે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કર્યું