ગુજરાત

gujarat

ETV Bharat / state

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ સુરતના 600 કરોડના કરમ ગણેશના આશીર્વાદ લેવા માગે છે - કરમ ગણેશ

અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય આ શબ્દો તમારા મોઢામાંથી અવશ્ય નીકળી જશે, જ્યારે તમે સુરતના હીરા ઉદ્યોગપતિની પાસે રહેલા વિશ્વના સૌથી  દુર્લભ કહી શકાય એવા કરમ ગણેશ જોશો. ગણેશની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા પણ ઈચ્છા જાહેર કરી છે. કમલા હેરિસ પણ આ ગણેશના આશીર્વાદ મેળવવા ઈચ્છા વ્યક્ત કરી છે.

કરમ ગણેશ
કરમ ગણેશ

By

Published : Aug 22, 2020, 4:54 PM IST

સુરતઃ ગણેશ ભક્તો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વની શરૂઆત થઈ રહી છે, પરંતુ શું તમે જાણો છો? વિશ્વભરમા સૌથી અમૂલ્ય ગણેશની સ્થાપના ક્યાં થઈ છે? આપને જણાવી દઇએ કે, સુરતમાં હીરા વેપારીએ વિશ્વના સૌથી મોંઘા હીરામાં દેખાતા ગણેશની સ્થાપના ઘરે કરી છે. જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે વિશ્વના સૌથી યુનિક ગણાવ્યા છે. આ બહુમૂલ્ય ગણેશની કિંમત 600 કરોડથી પણ વધુ બજારમાં આપવામાં આવે છે. જેના દર્શન કરવા માટે અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસે જાહેર કરી છે.

કરમ ગણેશ

કરમ ગણેશની વિશેષતાઓ

  • વજન - 182.3 કેરેટ (36.5 ગ્રામ)
  • કોહિનૂર - 105 કેરેટ
  • કોહિનૂર હીરા કરતાં પણ મોટી
  • વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો અપાયો છે

દેશ વિદેશના લોકો આ ઘરમાં કરમ ગણેશથી આકર્ષિત થઇ જાય છે. હાલ 25 દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે કરમ ગણેશની તસ્વીર છે. અમેરિકાના કેલિફોર્નિયાના મંદિરમાં આ તસવીરો મૂકવામાં આવી છે. આ ડાયમંડ ગણેશાને જોઈ અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષના કમલા હેરિસ દર્શન કરવા માટે વ્યાકૂળ થઈ ગયા છે. મૂળ ભારતીય કમલા કરમ ગણેશના દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે અને અનુકુળ સમય કનુભાઈ કરમ ગણેશની તસવીર કમલાને આપશે.

કમલા હેરિસ સુરતના 600 કરોડના કરમ ગણેશનો આશીર્વાદ લેવા માગે છે

શનિવારે ગણેશ ચતુર્થી છે અને હીરા નગરી વિશ્વના નજરે છે કારણ કે, વિશ્વના સૌથી મોંઘા ગણેશની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે. સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા ગણપતિની સ્થાપના કરી છે. કરમ ગણેશ રફ ડાયમંડમાં જોવા મળે છે.

દર વર્ષે કનુભાઈ પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે ગણપતિની સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરમ ગણેશની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે, પરંતુ કનુભાઈ આસોદરિયા ક્યારે પણ આ કરમ ગણેશની કિંમત જણાવતા નથી. કારણ કે, તેઓની માટે આ બહુમૂલ્ય છે.

ABOUT THE AUTHOR

...view details