સુરત: સુરતના આંજણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત જનાબ બહાદુરશાહ ઝફર કુમાર પ્રાથમિક શાળા (Bahadurshah Zafar Kumar Primary School surat) ક્રમાંક 194માં બાળકોએ હીરાબાના સુખમય સ્વાસ્થ્ય માટે ઉર્દુ માધ્યમના બાળકોએ દુઆ કરી (Urdu school students prayed for Heera Baa health) હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાની અચાનક તબિયત લથડતા તેઓને સારવાર અર્થે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા (hira ba admitted in un mehta hospital) છે. માતાની તબિયત લથડતા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેઓને ખબર અંતર પહોચવા અમદાવાદ હોસ્પિટલ પહોચ્યા હતા. બીજી બાજુ રાજ્યભરમાં હીરાબા જલ્દી સ્વસ્થ થાય અંતે પ્રાર્થનાઓનો દૌર ચાલી રહ્યું છે. સુરતમાં પણ હીરા બાના દીઘાર્યુ માટે મુસ્લિમ વિદ્યાર્થીઓ દ્વારા દુઆ કરવામાં આવી (Urdu school students prayed for Heera Baa health) હતી.
આ પણ વાંચોPM નરેન્દ્ર મોદીના માતા હીરા બાને નોર્મલ વોડમાં કરાયા ટ્રન્સફર
હીરાબા લાંબુ આયુષ્ય જીવે:પીએમ મોદીની માતા હીરા બા જલ્દી સ્વસ્થ થાય અને દીર્ઘાયુ માટે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓએ એક સાથે દુઆ કરી હતી. શાળાના આચાર્ય શૈખ મુબીન અહેમદએ જાણાવ્યું હતું કે શાળામાં બાળકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા લાંબુ સ્વાસ્થ્ય જીવે. તેઓ જલ્દી સ્વસ્થ થાય અને તેઓના દીર્ઘાયુ માટે બાળકોએ એક સાથે દુઆ અને પ્રાર્થના કરવામાં આવી (Urdu school students prayed for Heera Baa health) હતી.