ગુજરાત

gujarat

ETV Bharat / state

UP ભાજપના ધારાસભ્યએ IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવતા વિવાદ સર્જાયો - ધારાસભ્ય સુરેશ મિશ્રા

સુરત: ઉત્તરપ્રદેશથી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય સુરેશ મિશ્રાએ IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ ઉભો થયો છે. ભાજપ ધારાસભ્યના આ નિવેદનનો વીડિયો હાલ સુરતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતું તેમના આ નિવેદન બાદ IAS અને IPS અધિકારીઓમાં અંદરો-અંદર રોષની લાગણી પ્રવર્તી રહી હોવાનું હાલ જાણવા મળે છે.

યુપી ભાજપના ધારાસભ્યએ IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ
યુપી ભાજપના ધારાસભ્યએ IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ

By

Published : Dec 26, 2019, 5:11 PM IST

રાજકારણમાં અલગ-અલગ પક્ષના નેતાઓ પોતાના ભાષણમાં સમયાંતરે વિવાદિત નિવેદનો આપવામાં હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. પછી તે ભાજપ હોય કે, કોંગ્રેસ હોય કે, પછી અન્ય પક્ષના નેતાઓ હોય.ત્યાં વધુ એક વિવાદનો મધપુડો ઉત્તરપ્રદેશથી સુરત સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નેતાએ છેડયો છે. જો કે, આ વખતે આ નેતા કોઈ અન્ય પાર્ટીના નહીં પરંતુ કેન્દ્રમાં રહેલી મોદી સરકારના જ એક ધારાસભ્ય છે.

યુપી ભાજપના ધારાસભ્યએ IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવતા મોટો વિવાદ

મળતી માહિતી મુજબ સુરત ખાતે યોજાયેલ ઉત્તર ભારતીય સમાજના એક કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ બદલાપુરના ધારાસભ્ય સુરેશ મિશ્રાએ વિવાદિત નિવેદન આપ્યું છે. 1 મિનિટ અને 44 સેકન્ડના વાયરલ વીડિયોમાં તેમણે IAS અને IPS અધિકારીઓને ભ્રષ્ટ ગણાવ્યા હતા.

ઉત્તરપ્રદેશ બદલાપુરના ધારાસભ્ય સુરેશ મિશ્રા

વીડિયોમાં ભાજપ ધારાસભ્ય કહે છે કે, આજે દરેક લોકોમાં નેતાઓ પ્રત્યે એક ભ્રમ છે કે, નેતાઓ ગુંડા ,ચોર અને બદમાશ હોય છે. કોઈ બિઝનેસમેન આજે નેતા બનવા આગળ નથી આવતા.માતા -પિતા ઈચ્છે છે કે, તેનો દીકરો ડોકટર, એન્જીનિયર બને. એકવાર પોતાના દીકરાને નેતા તો બનાવી જુવો. શા માટે નેતાઓ પર જ આંગળી ચીંધવામાં આવે છે. ફક્ત IAS અને IPS બનાવો છો.

પરંતુ IAS અને IPS થી વધુ ભ્રષ્ટ કૌન છે? તેવા સવાલ તેમણે પોતાના ભાષણમાં ઉઠાવ્યા હતા. જો કે, તેમના આ નિવેદન લઈ હવે રાજકારણ ગરમાઈ તો નવાઈ નહી.

ABOUT THE AUTHOR

...view details