ગુજરાત

gujarat

ETV Bharat / state

કમલેશ હત્યાકાંડ: યુપી ATS અને સુરત SOGએ ધરતી નમકીનની ફરી તપાસ કરી - યુપી ATS અને સુરત SOG ધરતી નમકીનની ફરી તપાસ કરી

સુરત: લખનઉ હત્યા કેસ મામલે યુપી એટીએસ અને સુરત SOGએ ઉધના રોડ નંબર 3 પર આવેલા ધરતી નમકીન પર ફરી તપાસ હાથ ધરી હતી. યુપીમાં હિન્દુ નેતા કમલેશ તિવારીની હત્યામાં સામેલ હત્યારાઓનું કનેક્શન સુરત બહાર આવતા ગુજરાત ATS દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કમલેશ હત્યાકાંડ: યુપી ATS અને સુરત SOGએ ધરતી નમકીનની ફરી તપાસ કરી

By

Published : Oct 22, 2019, 10:24 PM IST

જ્યારે આ હત્યામાં સામેલ મુખ્ય આરોપીઓ અશફાક અને ફરીદની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે, ત્યારે યુપી એટીએસ પોલીસે ગુજરાતમાં ધામા નાખ્યા છે. દરમિયાન એટીએસની ટીમ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ નામની દુકાને આવી પહોંચી હતી.

કમલેશ હત્યાકાંડ: યુપી ATS અને સુરત SOGએ ધરતી નમકીનની ફરી તપાસ કરી

જ્યાં આરોપીઓએ હત્યા પહેલા ઘારી ખરીદી હતી. આશરે પાંચ કલાક બાદ યુપી એટીએસ અને સુરત SOGએ CCTV ફૂટેજની તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. અહીંથી યુપી એટીએસની ટીમે કેટલાક મહત્વના CCTV ફૂટેજ પણ મેળવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details