- ચૂંટણી ઇન્ચાર્જ જગદીશ પારેખે મેન્ડેટ જાહેર કર્યું
- અંકુર દેસાઈને કારોબારી અધ્યક્ષ તરીકે રિપીટ કરાયા
- ભાજપે 28માંથી 27 બેઠકો કબજે કરી હતી
ભાજપે 28માંથી 27 બેઠકો કબજે કરી હતી આ પણ વાંચોઃજામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ
બારડોલી: સુરત જિલ્લામાં આવેલી કડોદરા નગરપાલિકામાં ફરી ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો છે. પાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠકો ભાજપ હસ્તક ગઈ છે. 2 માર્ચે આવેલા પરિણામો બાદ મંગળવારના રોજ કડોદરા નગરપાલિકામાં ચૂંટણી ઈન્ચાર્જ જગદીશ પારેખની હાજરીમાં મેન્ડેટ ખોલવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃસુરેન્દ્રનગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી
ચૂંટણી ઇન્ચાર્જ જગદીશ પારેખે મેન્ડેટ જાહેર કર્યું મેન્ડેટમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, શાસક પક્ષના નેતા અને દંડકના નામની જાહેરાત
મેન્ડેટમાં પ્રમુખ તરીકે કલ્પેશ ટેલર, ઉપપ્રમુખ તરીકે સંતોષ યાદવ, કારોબારી અધ્યક્ષ તરીકે અંકુર દેસાઈ, શાસક પક્ષના નેતા આનંદ પાટિલ, દંડક ઉમાશંકર દુબેના નામની જાહેરાત કરવામાં આવી હતી. સામાન્ય સભા પ્રાન્ત અધિકારી વાઘેલાની અધ્યક્ષમાં મળેલી સામાન્ય સભામાં કલ્પેશ ટેલરની પ્રમુખ અને સંતોષ યાદવની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
અંકુર દેસાઈને સતત બીજી વખત કારોબારી સમિતિ
સભા દરમિયાન સોંપવામાં આવેલા હોદ્દાઓને ધ્યાનમાં રાખી હોદ્દેદારોએ પોતાની જવાબદારી સ્વીકારી હતી તો બીજી તરફ કડોદરા નગરમાં ગઈ ટર્મમાં કારોબારી રહી ચૂકેલા અંકુર દેસાઈને ફરીથી બીજી ટર્મમાં પણ નગરપાલિકાના કારોબારી તરીકે હોદ્દો સોંપવામાં આવ્યો હતો.