સુરતીઓ માટે કહેવાય છે કે, ગમે તેવી ભયાનક આપદાઓ આવી પડે તો પણ તેઓ સામનો કરીને હલ કરતા હોય છે. પ્લેગ હોય કે પુર હોય. સુરતીઓ એક સાથે મળીને સામનો કરતા હોય છે. સુરતીઓએ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો સામનો કરવા માટે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. સુરતના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિરમાં દર્શનાર્થીઓને પ્રસાદમાં લાડું નહિ પરંતુ ઝાડના છોડ આપવામાં આવી રહ્યા છે. લોકોને સમજાવામાં આવી રહ્યા છે કે, પર્યાવરણ બચાવવા આ ખુબ જ જરૂરી છે.
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ધ્યાને રાખી સુરતના સાઇ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે છોડનું વિતરણ - #saibaba
સુરત: એક તરફ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દેશ સહિત દુનિયામાં સતાવી રહી છે. ત્યારે શહેેરના ઔદ્યોગિક એકમોના કારણે સુરતની "સુરત" ધીમે ધીમે બદસુરત થતી જાય છે. આ બધા પ્રશ્નોને સુરતીલાલાઓએ અલગ પ્રકારે હલ કરવા એક અલગ પ્રયોગ કર્યો છે. સુરતના એરપોર્ટની સામે આવેલ શિરડી સાઈ મંદિરમાં દર્શનાર્થીઓને પ્રસાદમાં લાડું નહિ પરંતુ અલગ અલગ ઝાડના છોડવાઓ આપવામાં આવી રહ્યા છે.
સુરતના સાઈ મંદિરમાં પર્યાવરણ જાણવની માટે પ્રસાદ સ્વરૂપે છોડનું વિતરણ
સુરત મહાનગરપાલિકા અને શિરડી સાઈ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સાંઈબાબાને માથું ટેકવવા આવતા ભક્તોને એક એક રોપો આપીને ઘરે ઘરે વૃક્ષનું જતન કરવા અપીલ કરી રહ્યા છે.