- કોરોના મહામારીને લઈને દરેક સમૂદાયમાં ડરનો માહોલ
- સુરતમાં આશરે 400 જેટલા ખ્રિસ્તી લોકો સંક્રમિત થયા
- ચર્ચમાં યોજાતી રવિવારની પ્રાર્થના કેન્સલ કરાઇ
સુરત : શહેરમાં કોરોના મહામારીને લઈને દરેક સમૂદાયમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં ખ્રિસ્તી સમૂદાયના બન્ને પ્રકારના લોકો મળીને આશરે 400 જેટલા ખ્રિસ્તી લોકો સંક્રમિત થયા છે. શહેરની ત્રણ CNI કેથલિક ચર્ચમાં 100થી વધુ ચર્ચ પરિવારના સભ્યો પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : ખ્રિસ્તી સમાજના લોકોને પાદરીની અપીલ, કબ્રસ્તાન ભરાઈ જતાં અગ્નિદાહ આપી શકાય
ચર્ચના પાદરી દ્વારા લોકોના ડરને ભગાવવા માટે અનોખો પ્રયત્ન
સુરતમાં ખ્રિસ્તી સમૂદાયના આશરે દસ હજાર લોકો વસે છે. ચાલી રહેલી મહામારીને પગલે ખ્રિસ્તી સમૂદાયના લોકો પણ ચિંતિત છે. જેને લઈને સમૂદાયના લોકો ડરી રહ્યા છે. જો કે, ચર્ચના પાદરી દ્વારા એક અનોખો પ્રયત્ન લોકોના ડરને ભગાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેઓ મેસેજ દ્વારા તેમજ ફોન દ્વારા બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા તેમજ તકેદારીના દરેક પગલા ભરવા સમજાવી રહ્યા છે.