મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટોલ જોવા મળશે સુરત: ગુજરાતમાં આ વખતે કાંદાનું સારું એવું ઉત્પાદન થયું હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. તેના કારણે તેઓ નારાજ છે. તેવામાં કેન્દ્રિય પશુપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા સુરતના મહેમાન બન્યા હતા. તે વખતે તેમણે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર અને રાજ્ય સરકાર આ અંગે રસ્તો કાઢશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રિય પ્રધાને સરસાણા ખાતે 3 દિવસીય ફુડ અને એગ્રિટેક એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો. તે સમયે તેમણે ખેડૂતોની નારાજગી અંગે જવાબ આપ્યો હતો.
આ પણ વાંચોઃAmreli News : લોકગીતના તાલે જુમી ઉઠ્તા રૂપાલા પર ચલણી નોટોનો વરસાદ, વિડીયો વાયરલ
મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટોલ જોવા મળશેઃચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા આયોજિત ફૂડ એન્ડ એગ્રિટેક એક્સ્પો 2023માં પ્રથમવાર સુરત ખાતે થાઈલેન્ડના 40થી પણ વધુ એક્ઝિબિટર મહેમાન બન્યા છે. આ એક્ઝિબિશન 25 ફેબ્રુઆરીથી લઈ 27 ફેબ્રુઆરી દરમિયાન ચાલશે, જેમાં રોડ શૉનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં કૃષિ બાગાયત પશુપાલન, બેકરીની આઈટમો, જ્યૂસ તેમ જ પલ્પ નિર્માતા, ઓર્ગેનિક ફાર્મર સહિત મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટોલ જોવા મળશે. તો એક્ઝિબિશન ઓપનિંગમાં જનરલ ઑફ રિપબ્લિક ઑફ ઈન્ડોનેશિયા મુંબઈના કોન્સ્યુુલ જનરલ તોલલહ ઉબેડી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, આ એક્સ્પોમાં દેશ અને ગુજરાતના 115 જેટલા એક્ઝિબ્યૂટર્સે ભાગ લીધો છે, જ્યાં થાઈ પેવેલિયન નવું નજરાણુ લોકોને જોવા મળશે.
આ પણ વાંચોઃSagar Parikrama Yatra :સાગર પરિક્રમાને લઈને રૂપાલાએ માછીમારોને વિશે કરી અગત્યની વાત
દેશની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળશેઃકેન્દ્રિય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનમાં સુરત સહિત આસપાસના વિસ્તારના વેપારીઓએ ભાગ લીધો છે ફૂડ અને એગ્રિટેકમાં થતા ઈનોવેશન જોવા લોકોને અનુકૂળતા થઈ રહી છે. આજના કાર્યક્રમની વિશેષતા એ છે. એમાં થાઈ ફૂડ અંગેની એક વિંગનું પણ અહીં ઉદ્ઘાટન થયું છે. આ એક્ઝિબિશનમાં વિદેશની પણ ગેલેરી જોડાય તો આપણા એક્ઝિબિશનના સ્તરને અપગ્રેડ થાય છે. હાલમાં જી20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. છે. એવા સંજોગોમાં આ પ્રકારના કાર્યક્રમ આપણા દેશના એન્ટરપ્રિન્યોરને દેશની પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના સફળ પ્રયાસો ચાલી રહ્યા છે. દેશી પ્રોડક્ટોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો કામ અમે કરી રહ્યા છે.