- ફેરી ટર્મિનલ રેકોર્ડ ટાઇમમાં કાર્યરત થયું છે
- ગુજરાતના લોકો માટે કોસ્ટલ ટૂરિઝમને વેગ મળશે
- હઝિરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ હરણફાળ
- વર્ષ 2014મા ભારતમા દર વર્ષે આશરે 1.07 લાખ ક્રૂઝ પેસેન્જર્સ હતા
સુરત : એસ્સારના પોર્ટ બિઝનેસની કંપની એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ(EBTL)એ કંપનીએ હજીરા બંદર પર પેસેન્જર ફેરી ટર્મિનલમાથી હજીરા દીવ સુધી નવો ક્રૂઝ રુટ શરૂ કર્યો છે, જેના પગલે ભારતના પશ્ચિમ દરિયાકિનારા પર કોસ્ટલ પરિવહનમા પરિવર્તનનો પવન ફૂંકાશે અને ગુજરાતના લોકો માટે કોસ્ટલ ટૂરિઝમને વેગ મળશે.
2019-20મા વર્ષદીઠ 4.63 લાખ યાત્રી થયા હતા
આ શુભારંભ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ક્રૂઝ ટૂરિઝમના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વર્ષ 2014મા ભારતમા દર વર્ષે આશરે 1.07 લાખ ક્રૂઝ પેસેન્જર્સ હતા, જે 2019-20મા વર્ષદીઠ 4.63 લાખ થઈ ગયા હતા. આ ગાળામા ભારતીય બંદરો પર ક્રૂઝ કોલ અનુક્રમે 139 અને 445 હતી. મેરિટાઇમ વિઝન 2030 હેઠળ અમારો ઉદ્દેશ દર વર્ષે 350થી વધારે ક્રૂઝ શિપ, 3000થી વધારે ક્રૂઝ કોલ, 3થી વધારે ક્રૂઝ ટ્રેનિંગ એકેડેમી અને વર્ષ 2030 સુધીમા 5 મિલિયન ક્રૂઝ પેસેન્જર હાંસલ કરવાનો છે. અમે ક્રૂઝ ઉદ્યોગ માટે ઉચિત ઇકોસિસ્ટમ ઊભી કરવા સર્વગ્રાહી પગલાં લઈ રહ્યાં છે.હજીરાને ક્રૂઝ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની સાથે પેસેન્જર ફેરી સર્વિસ હરણફાળ છે. આ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે પણ ઘણી તકો ઊભી કરશે.
ભારતના દરિયાઈ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા માટેનો માર્ગ મોકળો કરશે
એસ્સાર કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે, શરૂઆતથી ભારત દરિયાઈ ક્ષેત્રના વિકાસમા સંકળાયેલું છે અને એનું જોડાણ જાળવી રાખશે. અમને પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030ને અનુરૂપ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવાની ખુશી છે, જે ભારતના દરિયાઈ ક્ષેત્રની વૃદ્ધિને વેગ આપવા માટેનો માર્ગ મોકળો કરશે. અમે જહાજ મંત્રાલય (ભારત સરકાર), ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડના આ સીમાચિહ્ન સર કરવા માટે સતત સાથસહકાર આપવા બદલ આભાર માનીએ છીએ.