- 88મી કે-9 વજ્ર ટેન્કને ધર્મેન્દ્ર પ્રધાને ફલેગ ઓફ થકી પ્રસ્થાન કરાવ્યું
- સુરતનું હજીરા એલ.એન્ડ.ટીયુનિટ 'આત્મનિર્ભર ભારત'નું જીવંત ઉદાહરણ
- આ પ્રોજેક્ટ દ્વારા ઓડિશાના લોકોને રોજગારીનો નવો અવસર પ્રદાન થશે
સુરત : કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સુરતના હજીરા ખાતે એલ.એન્ડ ટી. કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત 88મી કે-9 વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાં માટે ફલેગ ઓફ થકી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત, પ્રધાનના હસ્તે એલ.એન્ડ ટી. કંપની દ્વારા નિર્મિત થયેલા ઈથીલિન ઓકસાઈડ રિએક્ટરને ઓડિશાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. માટે પણ ફ્લેગ ઓફ આપી હતી. આ સાથે એલ.એન્ડ.ટી દ્વારા નિર્મિત સુપર ક્રિટિકલ ઈક્વીપમેન્ટ અંતર્ગત MEG (મોનો ઈથીલિન ગ્લાયકો) પ્રોજેક્ટ માટેના દેશના બીજા ક્રમના સૌથી મોટા ડિ-ઈથીલાઈઝર અને વોશ ટાવરને પણ એલ.એન્ડ.ટીરોરો જેટી પરથી ફ્લેગ આપી કેન્દ્રીય પ્રધાને પ્રસ્થાન કરાવ્યા હતાં.
કેન્દ્રીય પ્રધાને સ્વદેશી 88મી કે-9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું ઓડિશાના પારાદીપ ખાતે રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઈ રહ્યું
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે, સુરતનું હજીરા એલ.એન્ડ.ટી યુનિટ 'આત્મનિર્ભર ભારત'નું જીવંત ઉદાહરણ છે. 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરતી એલ.એન્ડ.ટીકંપનીએ સ્વદેશી ટેન્કો બનાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સાથે ઓડિશાના પારાદીપ ખાતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા MEG (મોનો ઇથિલીન ગ્લાયકોલ) પ્રોજેક્ટ અંતર્ગત રિફાઈનરી-કમ-પેટ્રોકેમિકલ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. જેના થકી સુરતના હજીરામાં બનેલા સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો જેવા કે, ઈથિલિન ઓક્સાઈડ રિએક્ટર, વોશ ટાવર, અને ડી-ઈથિલેનાઇઝર ખુબ ઉપયોગી પૂરવાર થશે. આ પ્રોજેક્ટ દ્વારા ઓડિશાના સ્થાનિક લોકોને રોજગારીનો નવો અવસર પ્રદાન થશે તેમ જણાવ્યું હતું.
કેન્દ્રીય પ્રધાને સ્વદેશી 88મી કે-9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો મોનો ઈથીલિન ગ્લાયકોની આયાત ઘટાડશે
સુરતના હજીરાનું પણ પૂર્વ ભારતના વિકાસ -'પૂર્વોદય'માં મહત્વનું યોગદાન છે. એમ જણાવી પ્રધાને ઉમેર્યું કે, કેન્દ્ર સરકારની 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પના અને 'પૂર્વોદય'નું વિઝન સાકાર થઈ રહ્યું છે. સ્વદેશી અદ્યતન સુપર ક્રિટિકલ ઉપકરણો મોનો ઈથીલિન ગ્લાયકોની આયાત ઘટાડશે અને રિફાઇનરીની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સુરતની ધરતી પૂર્વ ભારતના વિકાસમાં પણ સહયોગ આપી રહી છે. હજીરાની મહાકાય કંપનીઓ 'મેક ઈન ઇન્ડિયા' થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહાયરૂપ થઈ છે એમ જણાવી તેમણે હજીરા એલ.એન્ડ.ટીને સ્વદેશી ટેન્કો તેમજ સુપર ક્રિટીકલ ઇક્વિપમેન્ટસના ઉત્પાદન બદલ અભિનંદન આપ્યાં હતા. આ સાથે દેશના વિકાસમાં પૂર્ણ સહયોગ મળશે તેવી ભાવના વ્યકત કરી હતી. તેમણે ઓઈલ એન્ડ ગેસ મોડ્યુલર ફેબ્રિકેશન ફેસિલિટી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ટેન્કની ક્ષમતાઓ અને યુદ્ધ સમયની મહત્વની કાર્યશૈલી દર્શાવતું નિદર્શન નિહાળ્યું હતું.
કેન્દ્રીય પ્રધાને સ્વદેશી 88મી કે-9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું