સુરત: કેન્દ્રીય બજેટ સુરત માટે ખૂબ જ અગત્યનો સાબિત થયો છે કારણ કે લેબગ્રોન ડાયમંડને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે પરંતુ બીજી બાજુ ઈમ્પોર્ટેડ ડ્યુટી ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમમાં વધારવામાં આવતા જ્વેલરી ઉદ્યોગમાં ચિંતા પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય બજેટ ને લઈ જ્વેલર્સમાં ભારે ચિંતા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટમાં જે ઇમ્પોટ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે તેના બાદ સોના ચાંદીના ભાવમાં વધારો થશે. ગોલ્ડ પર 15.50 ડ્યુટી વધતા વેપારીઓમાં ચિંતા છે.
લગ્નસરાની સિઝન:હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને લોકો સોના અને ચાંદીના ઘરેણાની ખરીદી કરતા હોય છે પરંતુ આજે જ્યારે કેન્દ્રીય બજેટમાં અને જાહેરાત કરવામાં આવી તેના કારણે જ્વેલરી ઉદ્યોગને ફટકો લાગ્યો છે. જ્વેલરી મોંઘી થતા લોકોની ખરીદ શક્તિ ઘટશે. જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વેપારીઓમાં ચિંતા છે. હાલ 15 દિવસ ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડન ચાન્સ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ માની રહ્યા છે પરંતુ જ્યારે ઈમ્પોર્ટે ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તેવી શક્યતા પ્રબળ છે.
આ પણ વાંચોCheaper and Costlier in Budget 2023: મોબાઈલ સસ્તા, જ્વેલરી મોંઘી