- BCCIના નેજા હેઠળ"અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફીનું" આયોજન
- ૬ રાજ્યો વચ્ચે 'અંડર-૧૯ કુચ' રમાશે
- આવનારી તમામ ટીમોને કોરેનટાઇન કરાશે
સુરત:સુરત ડિસ્ટ્રિક્ટક્રિકેટએસોસિએશન તથા BCCI (Board Of Control For Cricket In India)ના નેજા હેઠળ"અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફીનું"(Under-19 'Cooch Behar Trophy) આયોજન થવા જઈ રહ્યું છે. જ્યારે સુરત શહેરના 'લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ', 'પીઠાવાલા સ્ટેડિયમ' અને 'ખોલવડ જિમખાના ગ્રાઉન્ડ' ખાતે એમ ત્રણ સ્થળ પર અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફી રમાડવામાં આવશે. જેમાં BCCI(Board Of Control For Cricket In India) દ્વારા તમામ ટીમોને જુદી-જુદી આઠ ટીમોમાં વિભાજિત કરીને રમાડવામાં આવશે. જેમાંથી સી-ગ્રુપની તમામ લીગ મેચો સુરત ખાતે રમવામાં આવશે. આ દરમિયાન ગ્રુપની મોખરાની બે ટીમ નોકઆઉટ માટે ક્વોલિફાઇ થશે. આ તમામ ટીમો આવતાની સાથે સૌપ્રથમ એરપોર્ટ થી સીધા હોટલ પર જશે.
આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત જશે પાકિસ્તાન ? અનુરાગે કહ્યું, સમય આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશે
ખેલાડીઓનું કોવિડ વેક્સિન અને RTPCR ચેકઅપ બાદ ગ્રાઉન્ડ પર જવાની છૂટ
આ બાબતે સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર તથા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ મિતુલ શાહએ જણાવ્યું હતું કે, જ્યારે સુરતના આંગણે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board Of Control For Cricket In India)નાનેજા હેઠળ અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફીનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે અલગ-અલગ રાજ્યોમાંથી આવનારી તમામ ટીમોને સુરત એરપોર્ટે થી સીધા હોટલ ઉપર બાયો બબલમાં કોરેનટાઇન કરવામાં આવશે. ઉપરાંત દરેક ખેલાડીઓનું કોવિડ વેક્સિન તથા રોજના RTPCR ચેકઅપ પણ કરવામાં આવશે. ત્યારબાદ તમામ ટીમોને ૨૭ ડિસેમ્બરના રોજ સવારે ગ્રાઉન્ડ પર આવી પ્રેક્ટિસ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે.
આ પણ વાંચો:ICC T20 WORLD CUPમાં પ્રથમ વખત વિજેતા બનવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટ્રોફી માટે જંગ
૬ રાજ્યો વચ્ચે 'અંડર-૧૯ કુચ' રમવામાં આવશે
સુરતના આંગણે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તથા BCCI ના નેજા હેઠળ અંડર-૧૯ કુચ બિહાર ટ્રોફીનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ તથા ગોવા એમ ૬ રાજ્યો વચ્ચે 'અંડર-૧૯ કુચ' રમવામાં આવશે. આ ટ્રોફી ૨૬ થી ૨૯ ડિસેમ્બર સુધી રમાડવામાં આવશે. આ મેચ સવારે ૯:૩૦ થી ૫:૦૦ વાગ્યા સુધી રમાડવામાં આવશે.