- સુરત જિલ્લાના ચેરાપૂંજી ગણાતા ઉમરપાડામાં મેઘરાજા મહેરબાન
- 88MM વરસાદ વરસતા તાલુકાના નદીનાળા ફરી જીવંત થયા
- દર વર્ષે રાજ્યમાં સૌથી વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાય છે
ઉમરપાડા (Rain Update): ચારેય તરફ ગાઢ જંગલથી ઘેરાયેલા અને સુરત જિલ્લાના ચેરાપૂંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામા ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે, ત્યારે સોમવારે 88MM જેટલો વરસાદ ખાબકતા તાલુકાના નદીનાળા ફરી જીવંત થયા હતા અને નવા નીર આવ્યા હતા, ત્યારે ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી ગણાતો ગોળધા ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યાં હતા અને પાક માટે સિઝન સારી જશે તેવી આશા બંધાઈ હતી.
આ પણ વાંચો: અઢી ઈંચના વરસાદ બાદ ઉમરપાડાના ચેકડેમ છલકાયા