ગુજરાત

gujarat

ETV Bharat / state

Ukraine Russian Crisis: રશિયા યુક્રેન યુદ્ધના 4 દિવસ પહેલાં સુરત આવી વિદ્યાર્થિની મેડિકલના અભ્યાસને લઈને ચિંતામાં - યુક્રેનમાં મેડિકલના અભ્યાસ

યુક્રેનમાં મેડિકલના અભ્યાસ (Medical studies in Ukraine)માટે ગયેલી પૂજા શુક્લા (Ukraine Russian Crisis)ચાર દિવસ પહેલાં જ સુરત આવી છે. યુદ્ધની પરિસ્થિતિથી બચી ગયેલી પૂજા પોતાને ખુશનસીબ માની રહી છે. પરંતુ હવે મોટી સમસ્યા તેના ભણતરને લઈને છે.

Ukraine Russian Crisis: રશિયા અને યુક્રેન યુદ્ધના ચાર દિવસ પહેલા સુરત આવેલી વિદ્યાર્થીની મેડિકલના અભ્યાસને લઈને ચિંતામાં
Ukraine Russian Crisis: રશિયા અને યુક્રેન યુદ્ધના ચાર દિવસ પહેલા સુરત આવેલી વિદ્યાર્થીની મેડિકલના અભ્યાસને લઈને ચિંતામાં

By

Published : Feb 24, 2022, 4:52 PM IST

સુરત:રશિયા યૂક્રેન સાથે યુદ્ધ શરૂ (Ukraine Russian Crisis)કરી દીધું છે. જેની અસર આખા વિશ્વમાં જોવા મળી રહી છે. ભારતથી હજારોની સંખ્યામાં વર્ષે યુક્રેન વિદ્યાર્થીઓ મેડિકલના ભણતર માટે જાય છે. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિને લઈને વિદ્યાર્થીઓ (Indian student in Ukraine)અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે. યુદ્ધના એંધાણ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચના પણ આપી હતી. અનેક વિદ્યાર્થીઓ ભારત આવી ગયા છે પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ(Students studying in Ukraine)ત્યાં ફસાયા છે.

વિદ્યાર્થીની

યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ

રશિયાને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ (Ukraine Russian Crisis)થયાના ચાર દિવસ પહેલાં જ સુરતની પૂજા શુક્લા હેમખેમ સુરત આવી પહોંચી છે. તે યુક્રેનના બુકોવિનિયન સ્ટેટ યુનિવર્સિટીમાં(Bukovinian State University) MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજાના પિતા સુરતમાં ડૉક્ટર છે. મીડિયામાં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ જોઈ માતા-પિતાએ તેને સુરત બોલાવી લીધો હતો.

આ પણ વાંચોઃJitu Vaghani on Ukraine: ગુજરાતના 3,000 વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયા છેઃ જિતુ વાઘાણી

હજુ પણ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા

પૂજાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસી એ સૂચના આપી હતી કે ભારતીય નાગરિક યુક્રેન છોડી ભારત પરત આવી જાય આ વચ્ચે મારા માતા-પિતા પણ ચિંતાતુર થઈ ગયા હતા. પરંતુ અમે જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને આ બાબતે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યુદ્ધની વાતો વર્ષોથી ચાલતી આવી છે આવી કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં. તેમ છતાં માતા-પિતાના કહેવા મુજબ હું અને મારા અન્ય આઠ સાથીઓ સુરત આવી ગયા હતા. મારા આવ્યાના ચાર દિવસ બાદ યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યું હતું. પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી વાતો કરવામાં આવી રહી છે અમારા ભણતરને લઇને અમને ચિંતા છે. બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ યુક્રેનમાં ફસાયા છે.

આ પણ વાંચોઃUkraine Russian Crisis : યુક્રેનમાં ઘૂસી રશિયન સેના, યુક્રેનિયન સૈન્યએ રશિયાને આપ્યો જડબાતોડ જવાબ

ABOUT THE AUTHOR

...view details