ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: સુરત RTOના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6થી રાતે 10 વાગ્યા સુધી લેવાશે - RTO driving test track Surat

સુરત RTO ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યે થી રાત્રે 10 વાગ્યા સુધી લેવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરી ફરમાન જારી કર્યુ છે.

સુરત RTO ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી આવતીકાલથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યે થી રાતે 10 વાગ્યાં સુધી લેવામાં આવશે.
સુરત RTO ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી આવતીકાલથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યે થી રાતે 10 વાગ્યાં સુધી લેવામાં આવશે.

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 9:35 AM IST

સુરત RTO ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી આવતીકાલથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યે થી રાતે 10 વાગ્યાં સુધી લેવામાં આવશે

સુરત:કાચું લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરનારની સંખ્યા બમણી થઈ જવા પામી હતી. છેલ્લા ત્રણ મહિનાથી લાયસન્સ કઢાવનારા અરજદારોની સંખ્યા વધી છે. તેની અસર હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર જોવા મળી રહી છે. તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


"સુરત RTO દ્વારા જે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ટેસ્ટિંગની જે કામગીરી કરવામાં આવે છે. તે કામગીરી હવેથી બે શિફ્ટમાં કરવામાં આવશે. હાલ ટુ વ્હીલર ટેસ્ટિંગ લાંબુ વેટીંગમાં જવાના કારણે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લોકોને હાલાકી ન ભોગવવી પડે તેઓના ડ્રાઇવિંગ ટેસ્ટ પણ સમયસર થઈ જાય તો તેઓને તેમના લાયસન્સ પણ સમયસર મળી જશે."-- આકાશ પટેલ (સુરત RTO ના ઇન્ચાર્જ અધિકારી)

ડ્રાઈવિંગ ટેસ્ટ બે શિફ્ટમાં: સુરત RTOના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યેથી રાત્રે 10 વાગ્યા સુધી લેવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે બે શિફ્ટમાં કામગીરી કરી ફરમાન જારી કર્યુ છે. કાચું લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરનારાની સંખ્યા બમણી થઈ જવા પામી હતી. છેલ્લા ત્રણ મહિનાથી લાઈસન્સ કઢાવનારા અરજદારો ની સંખ્યા વધી છે. તેની અસર હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર જોવા મળી રહી છે. ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટ આપવા માટે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લેવાનો આરંભ કરતા વેઇટિંગ વધી ગયું છે. એપોઈન્ટમેન્ટ મળી જતી હતી. ત્યાં હવે 20 દિવસનું વેઈટિંગ થઈ ગયું છે. અરજદારોને પડી રહેલી હાલાકીને ધ્યાને લઈ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ડ્રાઈવિંગ ટેસ્ટ બે શિફ્ટમાં કરવાનો નિર્ણય લીધો છે. હવે સમય વધારાતા દરરોજની 150 એપોઇન્ટમેન્ટ વધુ મળશે.

સુરત RTO ના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપરથી આવતીકાલથી ટુ વ્હીલરની ટેસ્ટ સવારે 6 વાગ્યે થી રાતે 10 વાગ્યાં સુધી લેવામાં આવશે

એપોઇન્ટમેન્ટમાં વધારો: આ કામગીરી સવારે છ વાગ્યા થી બપોરે બે વાગ્યા સુધી પહેલી શિફ્ટ રાખવામાં આવ્યો છે. ત્યારે બીજી શિફ્ટ બપોરે બે વાગ્યાથી લઈને રાતે દસ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ હાલ થોડા મહિના પહેલા પણ RTO દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે, જે પ્રમાણે એપોઇન્ટમેન્ટમાં વધારો થતો હોય તે પ્રમાણે આપણે સમયમાં પણ વધારો ઘટાડો કરી શકીએ છીએ. લાંબુ વેઇટિંગને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. જેથી જે લોકોને આજના દિવસે જ એપોઇમેન્ટ મળી જાય છે. જેથી તેમને ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયાઓ સમય મર્યાદાની અંદર જ પૂર્ણ થઈ જતી હોય છે.

  1. Surat Viral Video: બ્રિજ ઉપરથી 25 ફૂટ નીચે પટકાતા બચ્યો બાઈકચાલક, બાઈક 50 મીટર દૂર ફેંકાઈ
  2. Surat Rape Case : સુરતમાં ભંગારના વેપારીએ સગીરાને બનાવી હવસનો શિકાર, આવી રીતે ફુટ્યો ભાંડો

ABOUT THE AUTHOR

...view details