ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત - Chalthan Village

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલા તળાવમાં ધુળેટીના દિવસે તાતીથૈયા ગામના પાંચ કિશોરો ન્હાવા ગયા હતા. જે પૈકી બે કિશોરોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તળાવના અધૂરા છોડવામાં આવેલા કામને કારણે આ ઘટના બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત
સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત

By

Published : Mar 29, 2021, 11:03 PM IST

  • તાતીથૈયા ગામના 5 કિશોર તળાવમાં સ્નાન કરવા ગયા હતા
  • બે કિશોર અચાનક પાણીમાં ગરક થયા
  • ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો

સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે સરકારી જમીન પર નવા ખોડાયેલા તળાવમાં ધુળેટીના દિવસે ન્હાવા પડેલા 5 કિશોર પૈકી 2ના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર 93 વાળી સરકારી જમીન પર આ જ વર્ષે 5 વીંઘા જેટલી જગ્યામાં તળાવ ખોદવામાં આવ્યું હતું. જેમાં તળાવ ખોદકામ દરમિયાન વ્હેણ ફૂટવાના કારણે તળાવમાં 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું.

સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત

5 સગીરો તળાવમાં ન્હાવા પડ્યા હતા

સોમવારના રોજ ધુળેટીનો તહેવાર હોવાના કારણે બાજુમાં આવેલા તાંતીથૈયા ગામની મનમંદિર સોસાયટીમાં રહેતાં ક્રિષ્ના શ્રીભુવન ગુપ્તા, સચિન રામચરણ સિંહ, સત્યમ માલી, સૌરભ રોય તેમજ અન્ય એક યુવાન એમ 5 સગીરો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જે પૈકી સત્યમ માલી અને સૌરભ રોય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ગભરાઈ ગયેલા અન્ય ત્રણેય યુવાનો કિનારે આવી બુમાબુમ કરતા ચલથાણના ગ્રામજનો દોડી આવ્યાં હતા. જોકે, લોકો આવે ત્યાં સુધીમાં તો બંને સગીરો ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત

પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગ્રામજનોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને બે કલાકની જહેમત બાદ બંને કિશોરોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. કડોદરા પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો લઈ ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. કડોદરા પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ચલથાણ ગામે તળાવમાં બે કિશોરનું ડૂબી જતાં મોત

કોન્ટ્રાક્ટર અને પંચાયતની મિલીભગતે બે બાળકોનો ભોગ લીધો હોવાનો આરોપ

તળાવના કોન્ટ્રાક્ટ વખતે પંચાયત અને કોન્ટ્રાક્ટર વચ્ચે લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી કે, તળાવની ફરતે ફેનસિંગ કરી બ્લોક બેડસવામાં આવશે તેમજ બે અવેરા બનાવવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટરની માટી ખોદકામની રોયલ્ટી પુરી થઈ જતા કોન્ટ્રાક્ટર રાતોરાત કામ બંધ કરી ભાગી છૂટ્યો હતો. પંચાયત અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીતમાં તેઓએ માત્ર બે દિવસમાં કામ શરૂ કરી દેવામાં આવશે તેવો દિલાસો આપ્યો હતો. જે વાતને એક મહિના થયો છે. જોકે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આ બનાવ બન્યો હતો. આથી સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને પંચાયતની મિલીભગતને કારણે જ બે નિર્દોષ કિશોરનો ભોગ લેવાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ ખેડાઃ નદીમાં ગણેશ વિસર્જન કરવા જતા 4 યુવાન તણાયા, 1નું મોત, જુઓ લાઈવ વીડિયો

મૃતક સૌરભ 15 દિવસ પહેલા જ વતનથી નોકરી માટે આવ્યો હતો

કડોદરા ખાતે પ્રિયંકા ગ્રીન સીટીમાં રહેતો સૌરભ રોય 15 દિવસ પહેલા જ પોતાના વતનથી કડોદરા ખાતે રહેવા આવ્યો હતો. ધુળેટીના દિવસે મિત્રો સાથે નાહવા જતા મોતને ભેટતા પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details