સુરત શહેરના SVNIT કૉલેજના ગલ્સ હોસ્ટેલની (Girls Hostel of SVNIT College) બાજુમાં આવેલ ગટરલાઈનમાં કામ કરતાં (laborers working in sewers) બે મજૂરોને મોત થયાની ધટના બની હતી.જેમાં સુરત અમરા પોલીસે (Surat Amara Police) ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહીહાથ ધરી હતી.
સુરતમાં ગટરમાં કામ કરતા બે મજૂરોનું ગુંગળામણના કારણે મોત ગટરનું કામકાજસુરત શહેરના SVNIT કૉલેજના ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલ જગ્યા ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું કામકાજ ચાલતું હતું. ત્યારે આજરોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ આ ગટર સાફ કરવા માટે નીચે ઉતરેલા બે મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આ બે મજૂરોને એક અન્ય મજુર બચાવા જતા તે પણ અંદર ફસાઈ ગયો હતો. અંદરથી બચાવવાના અવાજો આવતા જ બીજા મજૂરને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તો બીજી બાજુ પોલીસ પણ ધટના સ્થળે પહોંચી હતી અને ગટરમાં ફસાયેલા ત્રણેય મજૂરને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રણમાંથી બે મજૂરોના મોત થઇ ગયા હતા અને એકને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ (New Civil Surat) ખસેડવામાં આવ્યો છે. બન્ને મજૂરોના મોત થતા તેમના પરિવાર શોકમાં ગરકાવ થઇ ચુક્યો છે. જોકે હાલ આ સમગ્ર મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્લમ્બિંગનું કામઆ બાબતે મૃતક સત્યનના મોટા ભાઈ તમે જણાવ્યું કે "અમે છેલ્લા બે દિવસથી અહીં પ્લમ્બિંગ નું કામ કરીએ છીએ. આજે સવારે 09:30 વાગ્યાની આસપાસ અમે જ્યારે અમે કામ કરવા બેઠા ત્યારે ગટરમાં સૌથી પહેલા સત્યન અને કાદિર ગયા હતા. તેઓ નીચે ઉતર્યા પરંતુ તેઓ બૂમો પડવા લાગ્યા હતા. એટલે તેમને બચાવવા માટે અમારી સાથે આવેલ અન્ય સાથી બચાવવા ગયા પરંતુ તેઓ પણ અંદર ફસાઈ ગયા હતા. ત્યારબાદ અમારા મિત્ર ગોલ્ડન તેમને બચાવવા ગયા પરંતુ અંદર ગેસ એટલુ હતું કે તેઓ બહાર આવી ગયા.
પરિવાર બિહાર વધુમાં જણાવ્યુંકે, સ્ટેયેન કુમાર શાહ જેઓ 15 વર્ષના છે. જેઓ મૂળ બિહારમાં આવેલ ગોપાલગંજ જિલ્લાના વિરન્દાબાન ગામના વતની છે. અન્ય કાદિર સિદકી -40 વર્ષના હતા. તેમને ત્રણ છોકરાઓ છે. બે છોકરા અને એક છોકરી છે. છોકરીના લગ્નન થઇ ચુક્યા છે. અમે તેઓના પરિવાર પણ બિહારમાં આવેલ લાકડી દરગાહ જિલ્લાના સીવણગામના છે.
હું પણ મરી જઈશ અંદર ગેસની દુર્ગંધ એટલી જટિલ હતી કે મને લાગી હું પણ મરી જઈશ પરંતુ ત્યારબાદ મેં તરત બહાર આવી ગયો હતો.અમે લોકો ગટર લાઈનમાં કામ કરી રહ્યા હતા. એમાં પેહલા એક ભાઈ ગયા માટી કાઢવા માટે તો તેઓ અંદર પડી ગયા. ત્યારબાદ બીજો ભાઈ ગયા તેઓ પણ નીચે પડી ગયા અન્ય ભાઈ ગયા . તેઓ પણ પડી ગયા અને અંતે હું પણ આ તમામને બચાવવા પરંતુ અંદર ગેસની દુર્ગંધ એટલી જટિલ હતી કે મને લાગી હું પણ મરી જઈશ. પરંતુ ત્યારબાદ મેં તરત બહાર આવી ગયો. અમે અહીં બે દિવસથી કામ કરીએ છીએ.અમે અહીં કટર લાઇનનું કામકાજ કરતા હતા અમને કોઈ પ્રકારનું સેફ્ટી પણ આપવામાં આવ્યું નથી તેવું આ મજૂરોની સાથે કામ કરતા ગોલ્ડનએ જણાવ્યું હતું.