સુરત RTO કચેરીથી ગોવર્ધન હવેલીના રોડ પર આશરે દોઢથી બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રાફિક નિયમન સુધારા કાયદાનું આગામી 31મી ઓક્ટોબર બાદ ચુસ્તપણે અમલ થવાનું છે. વાહનચાલકોને 31મી ઓકટોબર સુધી રાજ્ય માર્ગ પરિવહન મંત્રી દ્વારા રાહત આપવામાં આવી હતી. જે હવે પૂરી થવાની આરે હોવાથી વાહનચાલકો પાસિંગ મેળવવા ભૂખ્યાં -તરસ્યાં કતારોમાં ઉભા રહે છે.
પાસિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ માટે સુરત RTO બહાર વાહનોની લાંબી કતાર - સુરત ન્યૂઝ
સુરતઃ શહેરની RTO કચેરીની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કારણ કે, ટ્રાફિકના નવા નિયમો માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરાવવાનો સમયગાળો પૂરો થવાને આરે છે, ત્યારે મોડી રાતથી જ વાહનચાલકો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે. જેના કારણે વાહનચાલકોની વઘતી સંખ્યાને ધ્યાનમાં લઈ RTO કચેરી રજાના દિવસે પણ ચાલું રાખવામાં આવી હતી.
31 ઓક્ટોબર બાદ ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે નિયમ ભંગ બદલ વાહનચાલકો પાસેથી તોંતિગ દંડ વસૂલવામાં આવશે. જેથી સુરત RTO પર વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો હતો. આ કારણે RTO રજાના દિવસે પણ હાલ કાર્યરત કરવામાં આવી હતી. આમ, નવા નિયમો લાગુ થાય તે પહેલાં વાહન ચાલકો પાસિંગ અને ફિટનેસ સર્ટિ કઢાવવા માટે રાત્રીના નવ વાગ્યાથી જ વાહન ચાલકો કતારમાં ઉભા રહે છે.
ઉલ્લેખનીય છે કે, વાહનચાલકોને 31મી ઓકટોબર સુધી રાજ્ય માર્ગ પરિવહન મંત્રી દ્વારા રાહત આપવામાં આવી હતી. 31 ઓક્ટોબર બાદ ટ્રાફિકના નવા કાયદા પ્રમાણે ભંગ બદલ વાહનચાલકો પાસે દંડની વસૂલાત કરવામાં પણ આવશે. જેને લઇ સુરત RTOમાં વાહન ચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.