ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા 2ના મોત, બે ઇજાગ્રસ્ત - surat ajjna samachar

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું પામ્યા હતા, જ્યારે અન્ય બે લોકો આગની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા હતા. આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

સુરત
સુરત

By

Published : Feb 10, 2020, 9:19 AM IST

સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આવેલા રામદેવ ડેકોમાં રાત્રિના સમયે ચાર જેટલા કારીગરો કારખાનાની અંદર સૂઈ રહ્યા હતા, તે દરમિયાન એકાએક કારખાનામાં આગ લાગતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા 2ના મોત, બે ઇજાગ્રસ્ત

કારખાનાની બહાર તાળું માર્યું હોવાને કારણે ફાયરે પહેલા લોખડની ગ્રીલ અને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા, જ્યાં બે કારીગરો ઇર્જાગ્રસ્ત જણાતા તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડયા હત, જ્યારે અન્ય બે ધુમાડાના કારણે ગુંગળાઈ જતા બેભાન અવસ્થામાં મળ્યા હતા. જેઓને પણ 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અંદાજીત 8 જેટલી ફાયરની ગાડી આગ ઓલવવામાં ઉપયોગમાં લેવાય હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.

ABOUT THE AUTHOR

...view details