સુરત:સુરત શહેરમાં ફરી પાછી સરકારી કર્મચારીઓ લાંચ લેતા એસીબીના સંકજામાં આવી ગયા છે. સુરત SMC ના બે કર્મચારીઓ 35.000 રૂપિયાની લાંચ લેતા એસીબીના સંકજામાં આવી ગયા છે. આ બંને કર્મચારીઓ ફરિયાદી પાસે મકાનનું બીજો માળ અને ત્રીજા માળે આવેલ બે રૂમનુ બાંધકામ નહી તોડવાના બાબતે 50000 રૂપિયાની લાંચ માગી હતી.
Surat News: લાંચિયા અધિકારીઓ ઝડપાયા, છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા - ACB taking bribe of 35 thousand rupees
સુરતના સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના બે કર્મચારીઓ 35 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના સંકજામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે. હાલ એસીબીએ બંન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
![Surat News: લાંચિયા અધિકારીઓ ઝડપાયા, છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા two-employees-of-surat-smc-caught-by-acb-taking-bribe-of-35-thousand-rupees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-09-2023/1200-675-19507674-thumbnail-16x9-jpg.jpg)
Published : Sep 14, 2023, 8:31 AM IST
લાંચિયા અધિકારી ઝડપાયા: ફરિયાદી અને આરોપી કર્મચારીઓ વચ્ચે પૈસાને લઈને રકઝક થતા અંતે 35000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આરોપીઓને લાંચ આપવા માંગતા ન હોય તેઓ એ.સી.બી.નો સંમ્પર્ક કર્યો હતો. જેથી ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનુ આયોજન કરી બંને કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથે ઝડપી પડ્યા છે. હાલ એસીબીએ બંન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
'ગઈકાલે એક ફરિયાદીની એક ફરિયાદ મળી હતી કે ફરિયાદીના મકાનનું બીજા અને ત્રીજા માળનું મકાન ગેરકાયદે હોય જે સુરત મહાનગરપાલિકાના શહેર વિકાસ વિભાગના અધિકારીઓ નહીં તોડવા બાબતે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના ડેપ્યુટી ઈજનેર તેમજ તેમનો પટાવાળો 50000 રૂપિયાની માંગણી કરી હતી. જે લાંચની રકમ તેઓ આપવા માંગતા નહીં હોય ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા અત્રેથી આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા કેયુરભાઇ રાજેશભાઇ પટેલ જેઓ ડેપ્યુટી ઈજનેર છે અને નિમેષકુમાર રજનીકાંત ગાંધી તેમનો પટાવાળો છે.આ બંનેને પુણાગામ વિસ્તારમાં આવેલ પૂર્ણા વોર્ડ ઓફિસની બહાર જ લાંચની રકમ 35000 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પડાયા છે. હાલ આગળની કાર્યવાહી શરૂ કરી છે.' -આર.આર.ચૌધરી, એસીપી, સુરત પોલીસ સ્ટેશન