સુરતમાં સિટી બસમાં સવાર થઈ બે કોંગી કોર્પોરેટરોએ ટીકીટ કૌભાંડનો કર્યો પર્દાફાશ
સુરત : સીટી બસમાં યાત્રી ટિકિટના પૈસા તો પબ્લિક દ્વારા આપવામાં આવતા હોય છે. પરંતુ, કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી નથી. આ વાતની જાણ કોંગ્રેસના કોર્પોરેટરોને થતા તેઓ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કોર્પોરેટર દિનેશ કાછડીયા બાદ હવે ભાવેશ રબારીએ પણ જાતે બસમાં ફરી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સુરતના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અને ભાવેશ રબારી દ્વારા એસટી બસમાં ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો બહાર છે. બસમાં કેવી રીતે મુસાફરો પાસેથી સફરના પૈસા લઈ લેવામાં આવે છે. પરંતુ, ટિકિટ આપવામાં આવતી નથી. અગાઉ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા પણ કૌભાંડ બહાર પાડવામાં આવ્યુ હતું. તેઓએ સમગ્ર કૌભાંડ અંગે વિડીયો પણ બનાવ્યો હતો. જે લોકો બસમાં યાત્રા કરી રહ્યા હતા તેઓની પાસે દિનેશ કાછડીયા દ્વારા પુછવામાં પણ આવ્યુ હતુ કે તેઓએ ટિકિટના પૈસા આપ્યા છે તેઓને ટીકીટ મળી છે કે નહી ત્યારે યાત્રીઓએ જણાવ્યું હતુ કે તેઓને ટિકિટ મળી નથી. આ સમગ્ર ઘટનાક્રમ અંગે દિનેશ કાછડીયાએ મનપમાં મેયરથી લઈ કમીશ્નરને પુરાવા સાથે રજુઆત પણ કરી હતી. છતાં કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોમાં આ કૌભાંડ અંગે ફરિયાદ કરી છે.