4 વર્ષના જીત રાણા અને પાંચ વર્ષના વૈદિક રાણાએ કોરોનાને આપી માત - સુરત શહેરના બે બાળકોએ કોરોના સામે લડાઈ જીતી
સુરતના માનદરવાજા વિસ્તારના 4 વર્ષના જીત યોગેશ રાણા અને 5 વર્ષના વૈદિક નીલેશ રાણા કોરોના સામેનો જંગ જીત્યાં છે. છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સુરત
સુરત: શહેરના બે બાળકોએ કોરોના સામે લડાઈ જીતી છે. માનદરવાજાના બન્ને બાળકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. 4 વર્ષનો જીત યોગેશ રાણા ઘરે પહોંચ્યો અને 5 વર્ષના વૈદિક નીલેશ રાણા પણ ઘરે પહોચ્યો હતો.