ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં પૈસાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો - Surat textile market blows

સુરત: વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં મારામારીનો લાઈવ વિડીયો CCTVમાં કેદ થયો છે. એમ્બ્રોઇડરી વર્કના પૈસાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

surat
સુરતમાં પૈસાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો

By

Published : Dec 30, 2019, 5:17 PM IST

સુરતના ગ્લોબલ માર્કેટમાં દુકાન ધરાવતા રમેશ ભાઈ અહમ ક્રરીયશન નામની દુકાન ધરાવે છે. જેમાં સાડીઓનું વેચાણ કરવામાં આવે છે. એમ્બ્રોઇડરી જોબવર્ક કરાવવા માટે તેઓએ મહેશ અને રાજુ નામના બે ઇસમોને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

હજાર રૂપિયાની લેતીદેતી મામલે રમેશ અને રાજુ નામના બે વેપારીઓ દુકાનમાં આવી પૈસાની માગણી કરી હતી. જોકે રમેશભાઇએ જણાવ્યું હતુ કે, શનિવાર હોવાના કારણે તેઓ પૈસા આપી શકે એમ નથી. સોમવારે તેઓ પૈસા આપશે પરંતુ મહેશ અને રાજુએ દુકાનમાં મૂકેલી સાડી લઈ જવાની વાત કરી હતી અને સાડી 300 રૂપિયાની રકમ તેઓએ નિર્ધારિત કરી પરંતુ રમેશભાઇએ જણાવ્યુ હતુ કે, તેમની સાડીઓ 1000 રૂપિયાની ઉપરની છે. જેથી તેઓ આ સાડીઓ એમ્રોડરી વર્કના રકમની બદલમાં આપી શકે નહી. વિવાદ વધતા મહેશ અને રાજુએ રમેશભાઇ અને તેમના પુત્રને મારવા લાગ્યા હતા અને આ તમામ ઘટના CCTV ફુટેજમાં કેદ થઈ છે.

સુરતમાં પૈસાની લેતીદેતી મામલે બે વેપારીઓએ દુકાનદારને ઢોર માર માર્યો

પેસેજમાં લાગેલા CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, બે વેપારીઓ કેવી રીતે સાડીના વેપારીને ઢોર માર મારી રહ્યા છે. જો કે, આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details