ગુજરાત

gujarat

ETV Bharat / state

હીરાના વેપારી પાસેથી લૂંટ કરનારા બે આરોપીની ધરપકડ - Arrest of the accused

હીરાના વેપારી જે પાતાના ભાઇ સાથે ફરવા નીકળ્યા હતા તે દરમિયાન લુટારુઓ લૂંટ ચલાવી હતી. વેપારી અને તેના ભાઈ સાથે કારથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા લૂંટારૂઓએ કાર રોકીને ગડદાપાટુનો મારમારી ચપ્પુની અણીએ કાર લૂંટી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે હીરા વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કારની લૂંટ કરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે જે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

હીરાના વેપારી સાથે લૂંટ કરનારા લૂંટારુઓ
હીરાના વેપારી સાથે લૂંટ કરનારા લૂંટારુઓ

By

Published : Feb 17, 2021, 1:45 PM IST

  • હીરાના વેપારી ભાઇ સાથે ફરવા નીકળેલા લૂંટારુંઓની અડફેટે આવી ગયા
  • લૂંટારુંઓએ કાર રોકીને ગડદાપાટુનો મારમારી ચપ્પુની અણીએ કાર લૂંટી ફરાર
  • પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી છે અને સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા

સુરત :વરાછા વિસ્તારમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ કલસરિયા પોતાના ભાઈ સાથે ફરવા નીકળ્યા હતા. અજાણ્યા બે ઈસમોએ તેમની સફેદ રંગની કાર રોકી બન્નેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધો હતો. ચપ્પુ બતાવી આ બંને લૂંટારુંઓ કારમાં બેસી ગયા હતા અને કાર મારી છે કહીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સુરતના વરાછા વિસ્તારમાં બનેલી આ ઘટનાની જાણકારી પોલીસને મળતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. મોબાઈલ સર્વેલન્સ અને CCTV કેમેરાના આધારે તેઓ આ બંને લૂંટારુઓની શોધખોળ હાથ ધરી હતી.

સુરતમાં હીરાના વેપારી સાથે થઇ લૂંટ
આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

આ ઘટનામાં સઘન તપાસ બાદ ગણતરીના કલાકોમાં પોલીસ બંન્ને લૂંટારુઓની ધરપકડ કરી હતી. આરોપી નિર્લય ગોસ્વામી અને ઋત્વિજ પાટીલ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. બન્નેની ધરપકડ બાદ પોલીસને ખબર પડી કે આ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચોરી લૂંટ અને મારા મારી જેવા બનાવમાં સુરત શહેરમાં અનેક પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. એટલું જ નહિ સુરત શહેરની બહાર વડોદરા અને મોરબીમાં પણ આ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા

હીરાના વેપારી સાથે થયેલી આ લૂંટની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આ બંન્ને આરોપીની ધરપકડ કરી છે અને સાથે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details