- BBAના વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લેતા પહોંચી હતી ગંભીર ઇજાઓ
- સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી
- ગત 25 જાન્યુઆરીનાં રોજ ગંભીર ઘટના બની હતી
સુરત: શહેરમાં ટ્રક ચાલકો યમદૂત બનીને બેફામ રીતે વાહનો હાંકી રહ્યા છે. શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ગત 25મી જાન્યુઆરીનાં રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. BBAમાં અભ્યાસ કરતા જય ઇટાલિયા નામનાં વિદ્યાર્થીને એક ટ્રક ચાલકે અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે ફૂટેજ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.